Dakshin Gujarat

સુરતની કંપની અનુપમ રસાયણ 670 કરોડના ખર્ચે સચિન-ઝઘડિયામાં ત્રણ નવા પ્લાન્ટ નાંખશે

સુરત: (Surat) ભારતની અગ્રણી કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપનીઓ પૈકીની એક અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડે (Anupam chemical India Limited) રૂ.670 કરોડના રોકાણ સાથે નવા પ્લાન્ટ્સની સ્થાપના કરવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા છે. આ પ્લાન્ટ્સ દક્ષિણ ગુજરાતના ઝઘડિયા અને સચિનમાં સ્થાપિત કરાશે. કંપનીની વર્ષ-2025 પહેલાં આ પ્લાન્ટ્સને કાર્યરત કરવાની યોજના છે.

  • સુરતની કંપની અનુપમ રસાયણ 670 કરોડના ખર્ચે સચિન-ઝઘડિયામાં ત્રણ નવા પ્લાન્ટ નાંખશે
  • અનુપમ રસાયણે રૂ.670 કરોડનાં રોકાણ સાથે ત્રણ નવા પ્લાન્ટ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા

આ પ્લાન્ટ્સ મુખ્યત્વે ફ્લોરોકેમિકલ્સના ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે. જે જાપાન, યુરોપ અને અમેરિકાના એગ્રોકેમિકલ, પોલીમર્સ અને ફાર્મા સેક્ટરના વર્તમાન અને સંભવિત ક્લાયન્ટ્સની માંગને પૂર્ણ કરશે. અનુપમ રસાયણના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ દેસાઇએ કહ્યું હતું કે, “સુરત અને ભરૂચમાં ત્રણ નવા પ્લાન્ટ્સની સ્થાપના કરવા ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યાની જાહેરાત કરતાં અમે ઉત્સાહિત છીએ. રૂ.670 કરોડનું રોકાણ અમારી કામગીરી વિસ્તારવા અને અમારી ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવાની વ્યૂહાત્મક પહેલ સાથે સુસંગત છે. નવાં યુનિટ્સ અમારી વૃદ્ધિની સંભાવનાઓને બળ આપશે તથા અમારી પ્રોડક્ટ ઓફરિંગને વૈવિધ્યસભર કરવામાં મદદરૂપ બનશે. અમે જે-તે ગ્રાહક માટે વિશિષ્ટ ધોરણે ખાસ ફ્લોરો ડેરિવેટિવ્ઝ રજૂ કરીશું.”

બીએનઆઈ દ્વારા સૌથી મોટા બિઝનેસ ફેસ્ટિવલ ધી સુરત બિઝ ફેસ્ટ 24-25-26 માર્ચે યોજાશે
સુરત: બીએનઆઈ (BNI) સુરત આગામી તા. 24-25-26 માર્ચના રોજ સુરતના આંગણે સૌથી મોટા બિઝનેસ ફેસ્ટિવલ ધી સુરત બિઝ ફેસ્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. હોટલ આમોર ખાતે 24 માર્ચ અને 25-26 માર્ચના રોજ પ્લેટિનમ હોલ, સરસાણા એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે ત્રણ દિવસીય ‘ધ સુરત બિઝ ફેસ્ટ’નું આયોજન થશે.
સુરત બિઝ ફેસ્ટ’માં 10,000થી વધુ વ્યાવસાયિક માલિકો, 500 થી વધુ બિઝનેસ એન્ટિટી, 45 થી વધુ સ્પીકર્સ ભાગ લેશે, 130 થી વધુ અગ્રણી પ્રદર્શકો, 200 થી વધુ સ્ટાર્ટઅપના સ્થાપકો અને લગભગ 40 થી વધુ BNI ઈન્ડિયા રિજનના સહભાગીઓ હિસ્સો લેશે. આ બિઝનેસ ફેસ્ટિવલનો હેતુ તમામ ઉદ્યોગોમાંથી આવતા લોકોને પ્રદર્શનમાં ભાગ લેવાનો, અંદરોઅંદર નેટવર્ક સ્થાપવાનો, એકબીજાને સહયોગ કરવાનો અને નવા અને ઉભરી રહેલા બિઝનેસ ટ્રેન્ડ વિશે જાણકારી આપવા માટે સૌને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે.

સુરત બિઝ ફેસ્ટમાં જાણીતા મુખ્ય વક્તાઓ અને ઇન્ડસ્ટ્ર્રી લિડર દ્વારા ઓફર કરાતા માસ્ટર ક્લાસ પણ હશે. બિઝ ફેસ્ટનો પ્રથમ દિવસ સ્ટાર્ટ-અપ ફેસ્ટને સમર્પિત કરવામાં આવશે, બાકીના બે દિવસ દરમિયાન અન્ય ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરાશે જેમાં સુરત અને દેશભરના અન્ય વ્યવસાયિક વ્યક્તિઓ ભાગ લેશે. સુરત બિઝફેસ્ટના ચેરમેન અતુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સુરત બિઝ ફેસ્ટ એ સુરતનો સૌથી મોટો બિઝનેસ ફેસ્ટિવલ છે. અમે સુરત અને દેશના અન્ય વિસ્તારોમાંથી 15,000 થી વધુ મુલાકાતીઓ બિઝનેસ ફેસ્ટિવલમાં હાજરી આપવા આવે તેવી અપેક્ષા રાખીએ છીએ.

Most Popular

To Top