Sports

બહુ નહીં ચાલે.. દુનિયાભરમાં ચાલી રહેલી ક્રિકેટ લીગ બાબતે ગાંગુલીએ કહી આ ચોંકાવનારી વાત!

ક્રિકેટ લીગની (Cricket Leagues) વાત કરતા ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ (Saurav Ganguli) વિશ્વભરમાં ચાલી રહેલી લીગ મેચો બાબતે ચોંકાવનારી વાત કરી છે. સૌરવ ગાંગુલીએ સોમવારે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) કરતાં T20 લીગ માટે ખેલાડીઓની પસંદગી ટકાઉ નથી કારણ કે ભવિષ્યમાં માત્ર થોડી જ આર્થિક રીતે સારી લીગ ચાલી શકશે. ગાંગુલીએ દુખ વ્યક્ત કરતા કહ્યું હતું કે વિશ્વભરમાં T20 લીગની વધતી સંખ્યા સાથે ખેલાડીઓ હવે દેશ માટે રમવા કરતાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટને પ્રાધાન્ય આપી રહ્યા છે.

આઈપીએલની પ્રથમ સિઝનનું આયોજન ભારતમાં વર્ષ 2008માં કરવામાં આવ્યું હતું. વિશ્વની પ્રથમ ક્રિકેટ લીગ હોવા ઉપરાંત IPL સૌથી મોટી લીગ પણ છે. આઈપીએલ બાદ દુનિયાભરમાં ઘણી ટી-20 લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. બિગ બેશ લીગ બાદ હવે આ લીગ UAE અને દક્ષિણ આફ્રિકામાં યોજાઈ રહી છે. આ ઉપરાંત વર્ષના અંતમાં અમેરિકામાં એક લીગનું પણ આયોજન છે.

તેવામાં ગાંગુલીએ એક ઈવેન્ટ દરમિયાન કહ્યું કે આપણે વિશ્વભરમાં થઈ રહેલી લીગ વિશે વાત કરતા રહીએ છીએ. આઈપીએલ સંપૂર્ણપણે અલગ લીગ છે. બિગ બેશ લીગ ઓસ્ટ્રેલિયામાં પણ સારો દેખાવ કરી રહી છે અને તેવી જ રીતે ધ હન્ડ્રેડે યુકેમાં પણ સારો દેખાવ કર્યો છે. દક્ષિણ આફ્રિકાની લીગ પણ સારું પ્રદર્શન કરી રહી છે. આ તમામ લીગ એવા દેશોમાં થઈ રહી છે જ્યાં ક્રિકેટ લોકપ્રિય છે. હું માનું છું કે આવનારા ચાર-પાંચ વર્ષમાં માત્ર થોડી જ લીગ ટકી શકશે અને હું જાણું છું કે તે કઈ હશે.

બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું આ સમયે દરેક ખેલાડી નવી લીગમાં જોડાવા માંગે છે પરંતુ આવનારા સમયમાં તેઓ જાણશે કે કઈ લીગ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં લીગ ક્રિકેટ કરતાં દેશ માટે રમવાનું પસંદ કરવામાં આવશે. તેણે કહ્યું કે હું પાંચ વર્ષ બંગાળ ક્રિકેટ એસોસિએશનનો પ્રમુખ હતો અને પછી ત્રણ વર્ષ સુધી બીસીસીઆઈનો પ્રમુખ હતો. મેં આઈસીસીમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે અને જોયું છે કે રમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટથી જ શક્ય છે.

ગાંગુલીના આ નિવેદન બાદ આર્થિક રીતે પછાત લીગનો તણાવ વધી ગયો છે. આમાં સૌથી મોટું નામ પીએસએલનું છે. પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. વિદેશી ખેલાડીઓ કોઈપણ લીગને ચમકાવે છે. વિદેશી ખેલાડીઓ પણ PSLમાં ભાગ લે છે અને તે ખેલાડીઓને ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. પાકિસ્તાની રૂપિયો ડોલર સામે ઘણો નબળો છે. આવી સ્થિતિમાં આ લીગ માટે લાંબા સમય સુધી ટકી રહેવું મુશ્કેલ લાગે છે.

Most Popular

To Top