ભોપાલ: પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી (Uma Bharti) રવિવારે ભોપાલમાં (Bhopal) પથ્થર મારી દારૂની એક દુકાનમાં (wine shop) તોડફોડ કરતા નજરે પડયા હતાં.પૂર્વ મંત્રી ઉમા ભારતી અચાનક જ એખ શરાબની દુકાને પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ પથ્થરથી દારૂની બોટલો તોડી નાખી હતી. આ અગાઉ અનેક વખત રાજ્યમાં દારૂબંધીની (prohibition) માંગ કરી ચૂક્યા છે.
ભૂતપુર્વ CM ઉમા ભારતી લગભગ સાંજે લગભગ 4 વાગે ભેલ ક્ષેત્રના બરખેડા પઠાણી વિસ્તારની એક શરાબની દુકાન જઈ પહોચ્યાં હતા. જ્યાં તેઓએ દુકાન બહારથી જ પથ્થર લઈ દુકાનમાં પહોંચી દારૂની બોટલો તોડી નાખી હતી. તેમની સાથે કેટલાક સ્થાનિકો પણ જોડાયા હતા. પૂર્વ સીએમએ કહ્યું હતું કે આ શ્રમિકોની વસ્તી છે. અહીં નજીક મંદિર અને શાળા છે. જ્યારે છોકરીઓ અને મહિલાઓ ઘરની છત ઉપર ઉભા હોય છે ત્યારે શરાબી લોકો તેમની તરફ મોં કરી લઘુ શંકા પણ કરે છે. આ મહિલાઓનું અપમાન છે. આ અગાઉ ઘણીવખત તેમણે રાજ્યમાં દારૂબંધી અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.
કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા જીતુ પટવારીએ પ્રશંસા કરી
ઉમા ભારતીએ એક સપ્તાહમાં દારૂની દુકાનો બંધ કરવાની ચેતવણી આપી હતી અને કહ્યું કે અહીંના રહેવાસી અને મહિલાઓ અનેક વખત વિરોધ કરી ચુક્યા છે, ધરણા પણ આપી ચુક્યા છે. તેમજ ઉમા ભારતીના દારૂબંધી અભિયાની પ્રશંસા કોંગ્રેસ નેતા અને ભૂતપુર્વ મંત્રી જીતુ પટવારી કરી હતી. પટવારીએ કહ્યું- ભાજપમાં કોઈ તો છે કે જેમની કથની અને કરણીમાં કોઈ અંતર નથી.
દારૂની દુકાનો એક સપ્તાહની અંદર બંધ કરવાની ચેતવણી
ભાજપ નેતાએ કહ્યું હતું કે તેમણે સ્થાનિક વહીવટીતંત્રને એક સપ્તાહની અંદર દારૂની દુકાનો બંધ કરવાની ચેતવણી આપી હતી. ‘બરખેડા પઠાનિયા વિસ્તારમાં મજૂરોની એક કોલોનીમાં દારૂની સંખ્યાબંધ દુકાનો આવેલી છે જ્યાં ઓટલા પર દારૂ પીરસવામાં આવે છે. આ મજૂરોના પૈસા આ દુકાનોમાં વપરાઈ જાય છે. નિવાસીઓ અને મહિલાઓએ આનો વિરોધ કર્યો હતો અને પ્રદર્શનો કર્યા હતાં કારણ કે આ દારૂની દુકાનો સરકારની નીતિઓ વિરૂદ્ધ છે. વહીવટીતંત્રએ કેટલીક વખત ખાતરી આપી હતી કે આ દુકાનો બંધ કરાવવામાં આવશે, પણ વર્ષોથી આવું થયું નથી’, એમ તેમણે ટ્વીટ કરી કહ્યું હતું સાથે જ પોતાનો વીડિયો શેર કર્યો હતો. ‘આજે મેં વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે આ દુકાનોને એક સપ્તાહની અંદર બંધ કરવામાં આવે’, એમ તેમણે ઉમેર્યું હતું.