Dakshin Gujarat

નવસારીમાં દોઢ મહિનામાં 94 લાખના દારૂ સાથે અધધ આટલા લોકો પકડાયા

નવસારી: (Navsari) નવસારી જીલ્લા પોલીસે (Police) પ્રોહિબીશન (Prohibition) પ્રવૃત્તિ પર રોક લગાવી છે. જીલ્લા પોલીસે છેલ્લા દોઢ મહિનામાં 69 હજારના દેશી અને 94 લાખના વિદેશી દારૂ (Alcohol) સાથે 1401 આરોપીઓની ધરપકડ કરી છે.

  • નવસારીમાં દોઢ મહિનામાં 94 લાખના દારૂ સાથે 1401 શખ્સો પકડાયા
  • નવસારી જિલ્લા પોલીસે પ્રોહિબિશન પ્રવૃત્તિ પર રોક લગાવતા કાર્યવાહી કરી
  • પોલીસે 2.13 કરોડ રૂપિયાના ૫૬ વાહનો અને મુદ્દામાલ મળી 3,37 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લામાં બુટલેગરો ફાટીને ધુમાડે ગયા હતા. બુટલેગરો વિવિધ રસ્તાઓનો ઉપયોગ કરી યુક્તિ-પ્રયુક્તિ વાપરી નાના-મોટા વાહનોમાં ભરી વિદેશી દારુઓ નવસારી જિલ્લામાં લાવી રહ્યા હતા. તેમજ કેટલાક લોકો દેશી દારૂ બનાવી વેચી રહ્યા હતા. જોકે નવસારી જિલ્લામાં સ્થાનિક પોલીસ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ અને નાયબ પોલીસ વડાની સ્કોડ પોલીસની ટીમે પ્રોહિબિશન પ્રવૃત્તિ ઉપર રોક લગાવી દીધી છે.

નવસારી જિલ્લામાં પ્રોહિબિશનના કુલ 1360 કેસો નોંધાયા છે. જેમાં પોલીસે કુલ 1401 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પોલીસે 69,580 રૂપિયાનો 3479 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. સાથે જ 94,98,810 રૂપિયાનો 47,154 નંગ વિદેશી દારૂની બાટલીઓ ઝડપી પાડી હતી. સાથે જ પોલીસે 2.13 કરોડ રૂપિયાના ૫૬ વાહનો અને 29,13,554 રૂપિયાના અન્ય મુદ્દામાલ મળી કુલ્લે 3,37,81,944 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ડાંગ જિલ્લામાં ધીમી ધારના વરસાદથી વાતાવરણમાં શીત લહેર વ્યાપી
સાપુતારા : ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રીજા દિવસે ધીમા ધારનો વરસાદ યથાવત રહેતા સમગ્ર પંથકોમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. જેને પગલે ખેડૂતોનાં પાકોને લઈને નવી આશા બંધાઈ છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહીત પૂર્વપટ્ટી તથા સરહદીય પંથકનાં ગામડાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રીજા દિવસે ધીમા ધારનો વરસાદ યથાવત રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. ડાંગ જિલ્લામાં 24 કલાકમાં સાપુતારામાં 03 મીમી, આહવામાં 13 મીમી, વઘઇમાં 15 મીમી, જ્યારે સુબિર પંથકમાં 16 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top