વલસાડ : વલસાડ (Valasad) એસઓજી (SOG) પોલીસ વાપી (Vapi) વિભાગે બનાવટી હથિયાર લાયસન્સના આધારે ગેરકાયદે રીતે ફાયર આર્મ્સ કારતૂસ (Firearms cartridge) રાખી દમણ (Daman) અને વાપી વિસ્તારની કેટલીક બેન્કો અને કંપનીઓમાં ગનમેન (Gun man) તરીકે નોકરી કરતા 8 ઇસમની વાપીના કોપરલી ચાર રસ્તા નજીકથી ધરપકડ કરી હતી. જ્યારે બે ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે 8 બંદૂક, કારતૂસ, બનાવટી લાયસન્સ, મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,86,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ હવે આ ઈસમોને નોકરીએ રાખનાર સંસ્થાઓ અને સિક્યોરિટી સર્વિસ એજન્સીની પણ સઘન તપાસ કરશે.
- પોલીસે 8 બંદૂક, 43 જીવતા કારતૂસ, 8 બનાવટી હથિયાર લાયસન્સ અને મોબાઈલ ફોન કબજે કર્યા
- વલસાડ એસઓજીએ ગેરકાયદે ફાયર આર્મ્સ કારતૂસ રાખી બેંકો – કંપનીઓમાં ગનમેન તરીકે નોકરી કરતા 8ની ધરપકડ કરી
20થી 25 હજારમાં બનાવટી લાયસન્સ બનાવ્યા
જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિહ ઝાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સિક્યુરિટી ગાર્ડ તરીકે ગન હોય તો જે તે એજન્સી, કંપની કે બેંક દ્વારા વધુ પગાર આપવામાં આવતો હોય છે. જેથી વાપી ટાઉન પોલીસ દ્વારા ઝડપાયેલા રજનેશ પાસેથી અન્ય આરોપીઓએ રૂ.20 હજારથી લઈ રૂ.25 હજારમાં બનાવટી લાયસન્સ બનાવ્યા છે. તેની સ્થાનિક પોલીસ, કલેક્ટર કચેરીમાં હથિયાર કે દારૂગોળા અંગે કોઈ નોંધણી કરાવી નથી. વધુમાં આરોપીઓ પાસેથી મળેલા લાયસન્સની તપાસ કરતા લાયસન્સ ઇસ્યુ કરનાર તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટ ઈટાવાહ, જિલ્લા મેજિસ્ટ્રેટ ઓર્યયા, જિલ્લા મેજિસ્ટ્રેટ મેનપુરી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ફતેપુરના સીલ મારેલા છે. આરોપી રજનીશે કુલ 6 લાયસન્સ પોતાના સ્વહસ્તાક્ષરમાં બનાવ્યા છે. હાલે આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. સાથે દમણ પોલીસ પાસેથી પણ વિગતો મેળવવા ઉપરાંત લાયસન્સ અને હથિયારો ક્યાંથી મેળવ્યા તેની પણ વિસ્તૃત તપાસ થશે.
મુળ ઉત્તરપ્રદેશની ઝડપાયેલી ગેંગ
- રજનેશકુમાર રામનરશસિંહ યાદવ (રહે, હાલ નેનો – ૧ સોસાયટી, સી-બિલ્ડીંગ રૂમ નં.૬૦૧, કિશોરભાઇના ફ્લેટમાં કચીગામ, નાની દમણ
- અજયકુમાર ફુલનસિંહ યાદવ (ધંધો ગનમેન, નોકરી સીએમએસ કંપની, રહે. દુનેઠા ટાંકી ફળીયા, ભરતભાઇ પટેલ (સરપંચ)ની ચાલીમાં, નાની દમણ
- સર્વેશકુમાર બાબુરામ પાલ (નોકરી, ગનમેન, આઇડીબીઆઇ બેંક રહે. દુણેઠા, અલંકાર બિલ્ડીંગ ફલેટ નં.૩૦૬ દમણ
- અનિલકુમાર સમનરેશસિંગ યાદવ (ધંધો ગનમેન, ફેડરલ બેન્ક દમણ, રહે.નાની દમણ એરપોર્ટ રોડ, હરીશભાઇની ચાલી
- શિવકુમાર બદ્રીસીંહ સીંગ (ગૌતમ) (નોકરી-ગનમેન, આરકે લાઈટ કંપની ભીમપોર, રહે. દમણ ધોબીતળાવ, કાપડીયા હોસ્પિટલ પાસે આવેલ ભાવેશભાઇની બિલ્ડીંગ, દમણ
૬. શિવકરણ દૈવનાથ પાલ (ધંધો. ગનમેન બી.કે.ઇલેક્ટ્રોનિક્સ કચીગામ, રહે. દોરી કડાયા સુરેશભાઇની ચાલી રૂમ નં.૨૫ એરપોર્ટ પાસે, નાની દમણ - રવિશંકર પ્રહલાદસિંહ પાલ (ઉ.વ.૪૨ નોકરી, ગનમેન, બેંક ઓફ બરોડા, મોટી દમણ હાલ રહે.દુનેઠા હાર્દિકભાઇની ચાલી રૂમ નં.૨ નાની, દમણ
- રામવિરસિંહ શોભારામ યાદવ (ઉ.વ.૫૫ ધંધો, ગનમેન, બેંક ઓફ બરોડા નાની દમણ, હાલ હીરાભાઇની ચાલી રૂમ નં.૫ ખારીવાડ, નાની દમણ
વોન્ટેડ આરોપીઓ
- સુરેશ યાદવ ( રહે.ભગવા તા.બરથના જી ઓરૈયા)
- શીવરામ યાદવ (રહે.પહાડપુર થાણા કિશની જી.મેનપુરી)
કબ્જે કરેલો મુદ્દામાલ
(1) સીંગલ બેરલ બંદુક – 5 (2) ડબલ બેરલ બંદુક – 3 (3) જીવતા કારતુસ નંગ- 43 (4) બનાવટી હથિયાર લાયસન્સ – 8 (5) મોબાઇલ ફોન નંગ – 1 મળી કુલ રૂ. 1,86,300નો મુદ્દામાલ