Gujarat

પહેલીવાર ધોરણ 10 ના પરિણામમાં માસ પ્રમોશનને કારણે 8.57 લાખ વિદ્યાર્થીઓ પાસ

ગુજરાતમાં માસ પ્રમોશન (mass promotion) ની જાહેરાત બાદ આખરે ગઈકાલે ધોરણ 10 નુ પરિણામ (SSC result) જાહેર કરાયુ છે. બોર્ડના ઈતિહાસમાં પહેલીવાર એવુ બન્યુ છે કે, 8,57,204 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ (GSEB) પર પરિણામ મૂકાયું હતું. જેને માત્ર શાળાઓ જ જોઈ શકે તે રીતે આયોજન કરાયુ હતું. હાલ વિદ્યાર્થીઓ આ પરિણામને ( result) જોઈ શકે તેમન નથી, માત્ર શાળા માટે જ આ પરિણામ છે. ધોરણ 10 ના પરિણામમાં આ વર્ષે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામા વધારો થયો છે.

ધો.10નું પ્રથમ સત્ર પરીક્ષા અને એકમ કસોટીના આધારે કુલ માર્કસની ગણતરી કરીને સ્કૂલોએ તૈયાર કર્યુ છે. ધોરણ 10નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી તૈયાર કર્યું છે. ખાસ વાત તો એ છે કે, આ વર્ષે માસ પ્રમોશનને લીધે એક પણ વિદ્યાર્થી નાપાસ ન કરવાનો હોવાથી ડી સુધીના જ ગ્રેડ જાહેર કરવામા આવ્યા છે. અને ઈ તેમજ ઈ1 ગ્રેડ જાહેર કરાયા નથી. તમામ સ્કૂલ બોર્ડની વેબસાઇટ GSEB.ORG પર જઈને પરિણામ (Gujarat Board SSC result) જોઈ શકશે. શાળાઓ ઈન્ડેક્ષ નંબર આધારે પરિણામ જોઈ શકશે.

મંગળવારે રાત્રે રાજ્યમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે સવારથી જ વિદ્યાર્થીઓને ટેમ્પરરી માર્ક્સશીટ આપવાની શરુઆત કરી દેવાઈ છે. ત્યારે આજે મળેલા પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓ નારાજ થયા છે. અગાઉ માસ પ્રમોશનને કારણે પણ વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી હતી. ત્યારે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઈચ્છતા હતા, પરંતુ માર્ક્સશીટ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરીક્ષા આપી હોત તો પરિણામ વધુ સારું આવ્યું હોત.

પરિણામમાં 95 ટકાની આશા હતી
પ્રિયાંશી પટેલ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે મારી આશા હતી કે ધોરણ 10માં ખૂબ જ મહેનત કરી છે તો પરિણામ પણ એ મહેનતના આધારે સારું આવ્યું હોત, પરંતુ માસ પ્રમોશનને કારણે પરિણામમાં ઘટાડો થયો છે. અમે જે રીતે મહેનત કરી છે એ રીતે પરિણામ મળ્યું નથી. જય શાહ નામના વિદ્યાર્થીએ કહ્યું હતું કે અત્યારે A1 ગ્રેડ તો આવ્યો છે, પરંતુ બોર્ડની પરીક્ષા યોજાઈ હોત તો પરિણામ હજુ સારું આવી શક્યું હોત. દરરોજ 6થી 7 કલાક વાંચન હતું. પરિણામ માટે 95 ટકાની આશા હતી, પરંતુ એ પ્રમાણે આવ્યું નથી.

Most Popular

To Top