Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 1565 કેસ, બે જ દિવસમાં 10નાં મોત

GANDHINAGAR : અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ( CORONA NEW CASES) ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 1565 કેસ નોંધાયા હતા. જ્યારે આજે અમદાવાદ મનપામાં બે, સુરતમાં 2 વડોદરા શહેર તથા રાજકોટ ગ્રામ્યમાં એક-એક મળી કુલ 6 મોત થયાં હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4443 છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આજે 969 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,74,249 સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 96.08 ટકા રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 401, સુરત મનપામાં 381, વડોદરા મનપામાં 132, રાજકોટ મનપામાં 121, ભાવનગર મનપામાં 25, ગાંધીનગર મનપામાં 16, જામનગર મનપામાં 19 અને જૂનાગઢ મનપામાં 12 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 103 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 6737 વેન્ટિલેટર ઉપર 69 અને 6,668 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 34,28,916 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,87,654 વ્યકિતઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. કોરોના પર કાબૂ મેળવવા સરકારના પ્રયાસો હાલ પૂરતા નિષ્ફળ સાબિત થઈ રહ્યાં છે. ગઈકાલે રાજ્યભરમાં 1564 કોરોનાના કેસો નોંધાયા, 6 લોકોના મૃત્યુ થયા છે. તો તેની સામે ગઈકાલે 969 લોકોએ કોરોનાને માત આપી છે. કોરોનાની આ લહેર ખતરનાક હોવાનું એક્સપર્ટસ કહી ચૂક્યા છે. તો સુરતમાં કોરોનાના સામાન્ય લક્ષણો પણ જોવા નથી મળી રહ્યાં છે. તાવ-શરદી, માથુ દુખવાના કોઈ લક્ષણો દર્દીઓમાં દેખાઈ નથી રહ્યાં. આવામાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, જ્યાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં રાજ્યમાં દર્દીઓના રિકવરી રેટમાં ઘટાડો થયો છે. 

કેસ વધ્યા, તો રિકવરી રેટ ઘટ્યો 
પ્રાપ્ત આંકડા અનુસાર, કોરોનાથી સાજા થવાનો દર ઘટીને 96.08% થયો છે. કોરોનાના કેસોની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો તેમજ તેની સામે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. રાજ્યભરમાં રીકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા સમય અગાઉ કોરોનાના નવા દર્દીઓ સામે સ્વસ્થ્ય થનાર દર્દીઓની સંખ્યા વધારે નોંધાતી હતી. તે સમયે રાજ્યભરના રીકવરી રેટમાં વઘારો થઈ રહ્યો હતો. પરંતુ ફરી એકવાર સ્વાસ્થ્ય થતા લોકો કરતા નવા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા, રીકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top