Vadodara

શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં પી.જી.મા ભાડેથી રહેતા યુવકનો મોબાઇલ ફોન ચોરાયો

ભીખ માંગવા આવેલી મહિલાની હિલચાલ સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ જણાતાં તેની તપાસ દરમિયાન તે મળી આવી હતી અને તેની પાસે મોબાઇલ ફોન મળી આવતા ગોરવા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોધાઇ હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 10

શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં પી.જી.તરીકે ભાડેથી રહેતા મૂળ દ્વારકાના યુવકનો મોબાઇલ ફોન ગત 08મી ફેબ્રુઆરીના રોજ સવારે ચોરાઇ ગયો હતો જે અંગેની તપાસ કરતા એક મહિલા ભિક્ષુક ઘરમાંથી બહાર નિકળતા સીસીટીવી કેમેરામાં જણાઇ હતી જે ગતરોજ ઈલોરાપાર્ક ખાતે મળી આવી હતી જ્યાં તેની પાસેથી બે ચોરીના મોબાઈલ ફોન મળી આવતા ગોરવા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સમતા વિસ્તારમાં આવેલી જગન્નાથ સોસાયટીના મકાન નંબર 383 માં રહેતા દિપકભાઈ પ્રફુલભાઇ રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે અને હોસ્ટેલવાલા ડોટ કોમ નામની કંપનીમાં પી.જી.મેનેજર તરીકે છેલ્લા એક મહિનાથી ફરજ બજાવે છે તેઓએ ઈલોરાપાર્ક વિસ્તારમાં બાલાજી હોસ્પિટલના લાઇનમાં સૌજન્ય એપાર્ટમેન્ટમાં મકાન નંબર 5 અને 6ભાડેથી રાખેલું છે જેમાં મૂળ દ્વારકાના મીઠાપુર ના વિકાસ હિતેશભાઇ કુંડલિયા ભાડે થી રહે છે. ગત તા. 08ફેબ્રુઆરીના રોજ સવારે 8 થી 10 ના સુમારે તેમના રૂમમાંથી મોબાઇલ ફોન ચોરાયો હતો આ જ એપાર્ટમેન્ટમાં પી.જી.તરીકે રહેતા મૂળ જૂનાગઢના વંથલી તાલુકાના સાપોત ગામના પ્રવિણભાઇ ધીરજલાલ મહિડા પણ રહે છે તેમણે એક બહેનને રૂમમાંથી બહાર નિકળતા જોયા હતા ત્યારે તેમણે તે મહિલાને પૂછતાં તે ભિક્ષુક હોવાનું અને ભિખ માંગવા આવી હોવાનું જણાવ્યું હતું જેથી સીસીટીવી કેમેરા ચેક કરતાં ભિક્ષુક મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી ત્યારે ગતરોજ પ્રવિણભાઇ મહિડા ઈલોરાપાર્ક ખાતે જીમમાં જતાં હતાં તે દરમિયાન સીસીટીવી કેમેરામાં દેખાતી ભિક્ષુક મહિલા દેખાઇ હતી જેથી તેમણે મેનેજર દિપકભાઇ ને જાણ કરી હતી જેથી દિપકભાઇ, વિકાસભાઈ અને પ્રવિણભાઇએ તે મહિલાની તપાસ કરતા તે ઈલોરાપાર્ક સાંઇબાબા મંદિર પાસે હનુમાનજી મંદિર ની ગલીમાં નીચે પડેલા મળ્યા હતા અને તેમના પગમાં ઇજા હતી તેઓ પાસેથી બે આઇ ફોન મળી આવ્યા હતા જે અંગેની દિપકભાઇ એ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસે આવીને મહિલાને પૂછતાં તેનું નામ કેવલ સુરજભાઇ મારવાડી હોવાનું તથા તે મૂળ રાજસ્થાનના પાલી ગામની વતની અને હાલમાં વડોદરા શહેરના ફૂટપાથ પર રહેતી હોવાનું જણાવ્યું હતું તેની પાસેથી વિકાસ હિતેશભાઇ કુંડલિયા નો રિયલમી ઇલેવન પ્રો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 23,500તથા ઉદયભાઈ પરેશભાઇ પોપટનો વન પ્લસ નોટ કંપનીનો મોબાઇલ ફોન જેની કિંમત આશરે રૂ.10,000ની ચોરી કર્યાનું જણાયું હતું જે અંગેની ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

Most Popular

To Top