Vadodara

વિદેશી જવાની ઘેલછામાં ભરૂચના દંપતીએ 17 લાખ ગુમાવ્યાં

*અલકાપુરીના ટ્રુ ફ્યુએન્સી કોચિંગ ક્લાસના સંચાલક દંપતી દ્વારા ઠગાઈ

*વિદેશના વર્ક પરમિટ વિઝા કાઢી આપવાના બહાને ઠગાઇના વધતા બનાવ


વડોદરાના અલકાપુરીના ટ્રુ કોચિંગ ક્લાસની ઓફિસ ધરાવતા દંપતી દ્વારા ભરૂચના જિલ્લાના દંપતીને વિેદેશના વિઝા કાઢી આપવાનું કહીને તેમની પાસેથી 17 લાખ પડાવી લેવાયા હતા. પરંતું વિઝાની ફાઇલ તૈયાર નહી કરી ખોટા વાયદા બતાવતા દંપતીએ રૂપિયા પરત માગ્યા હતા , ત્યારે ઠગ દંપતીએ ચેક લખી આપ્યા હતા જે ચેક બેન્કમાં નાખતા બાઉન્સ થયા હતા. જેથી ઓફિસ પર તપાસ કરતા તાળુ મારુ દંપતી ફરાર થઇ ગયું હતું. જેથી દંપતીએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યાં છે.
ભરૂચ જિલ્લાના ડાભા ગામે રહેતા ભુપેન્દ્રકુમાર જગદીશભાઇ મકવાણા જંબુસરમાં IIFL ફાઈનાન્સમાં નોકરી કરે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મે તથા મારી પત્ની માનસી અલ્પેશ ડબરને પાડોશી રીતેશ રમેશ કૂક્કર સાથે ઓળખાણ થઇ હતી. તેઓએ વડોદરા અલ્કાપુરી ખાતે ટ્રુ ફ્લુએન્સી કોચીંગ કલાસની ઓફીસ ધરાવતા તેજશ્રી પ્રશાંત ધોરા તથા તેના પતિ પ્રશાંત ધોરા વિદેશ જવા માટેની વ્યવસ્થા કરી આપશે તેમ જણાવ્યું હતું. જેથી હું તથા માનસી તેમને મળવા જતા તેજશ્રીબેન પ્રશાંત ધોરા હાજર હતા તેણે અમારા બન્નેના યુ.કે ઓપન વર્ક વિઝામાં પાંચ વર્ષ માટે મોકલી આપીશ અને તેનો ખર્ચ વ્યક્તિ દીઠ 15 લાખ થાય છે. પરંતુ એક સાથે બે વ્યક્તિ છો, જેથી ઓછા કરી આપીશ, તેમ કહી 22 લાખ રૂપિયામાં બંન્નેને યુ.કે ઓપન વર્કમાં વિઝા કરી આપવા જણાવ્યું હતું. જેથી અમને વિશ્વાસ આવી જતા તેમના ખાતામાં રૂા.17 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. થોડી મહિના બાદ વિઝાની પ્રોસેસ બાબતે પુછતા તેઓએ અમને કહેતા કે ચિંતા ના કરો વહેલી તકે તમને વિઝા આપીશુ. બાદમાં મેડીકલ માટે તૈયાર રહેજો ગમે ત્યારે મેડીકલ માટે બોલાવીશ. તેવી ખોટા વાયદા બતાવતા અમને તેમના પર શંકા ગઇ હતી. જેથી તેજશ્રીબેન ધોરાને કહ્યું હતું કે અમારે હવે વિદેશ નથી જવુ, રૂપીયા પરત આપી દો.ત્યારે તેણે રૂપિયા પરત કરવા લખી આપેલા ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા રીટર્ન થયા હતા.ત્યારબાદ અમે તેની ઓફીસે જઇ તપાસ કરતા તાળુ મારી દંપતી ફરાર થઇ ગયું હતું. જેથી માટે ભરૂચના દંપતીએ સયાજીગંજ પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

Most Popular

To Top