Vadodara

વડસર બ્રિજ પાસે ભીખ માંગી રહેલો શંકાસ્પદ બાંગ્લાદેશી પકડાયો

યુવકોએ તેની તલાસી લેતા ભાજપના સભ્ય હોવાનું આઇકાર્ડ મળી આવ્યું, જે નકલી નીકળ્યું

બજરંગદળના યુવાનાએ તેને પકડી માંજલપુર પોલીસને સોંપ્યો

શહેરના વડસર બ્રિજ પાસેથી ભીખ માંગી રહેલા એક ફકીરને સોમવારના રોજ બજરંગદળના યુવાનોએ ઝડપી પાડ્યો હતો. તેની તલાસી લેતા ભાજપના સભ્યો હોવાનું ઓળખપત્ર મળી આવ્યું હતું. જે નકલી હોવાનું જણાઇ આવતા તેને પકડીનો માંજલપુર પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ બાંગ્લાદેશી હોવાની સ્થાનિક યુવાનો દ્વારા આશંકા વ્યક્ત કરાઇ હતી.

શહેરના વડસર બ્રિજ પાસેથી સોમવનાર રોજ બપોરના સમયે એક ફકીર ભીખ માગી રહ્યો હતો. જેની હીલચાલ શંકાસ્પદ જણાઇ આવતા બજરંગદળના યુવાનોએ તેને ઉભો રાખીને તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે પોતાને હિન્દુ અને તેનું નામ ઘોરાસલાટ બાબુભાઇ હોવાનું જણાવ્યું હતું. હાલમાં રમજાન મહિનો ચાલી રહ્યો હોવાના કારણે ફકીર બની ભીખ માગવાના નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે આ ફકીર હિન્દુ દેવી દેવતાના નામથી તદ્ત અજાણ હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે તેની તપાસ કરતા થેલામાંથી ભાજપના સભ્ય હોવાનું આઇકાર્ડ મળી આવ્યું હતું. આ ઉપરાંત આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ તેની પાસે હતા. ભાજપનુ આઇકાર્ડ ખરાઇ કરતા ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેને પકડીને માંજલપુર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્ હતો. સ્થાનિક યુવાનોએ આ વ્યક્તિ બાંગ્લાદેશી હોવાની આશંકા વ્યક્તિ કરી હતી તેની પાસેના દસ્તાવેજો ખરાઇ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top