Business

ગ્રીન ગુજરાત’ની ગાથા લંડન સુધી પહોંચી, કોટ્યાર્ક ઈન્ડસ્ટ્રીઝને મળ્યો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ એવોર્ડ

વડોદરા: ગ્રીન ફ્યુઅલ અને બાયોડીઝલ ક્ષેત્રે કાર્યરત શહેરની કોટ્યાર્ક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડન દ્વારા સન્માનિત કરવામાં આવી છે. કંપનીને યુકે પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સ ખાતે યોજાયેલા સમારોહમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ગૌરાંગ શાહે જણાવ્યું કે, તેમના પિતાએ વર્ષ 1996માં બાયોડીઝલ ક્ષેત્રે કાર્ય શરૂ કર્યું હતું. વર્ષ 2023માં કોટ્યાર્ક ઈન્ડસ્ટ્રીઝ બાયોડીઝલ ઉત્પાદન પર 57 હજારથી વધુ કાર્બન ક્રેડિટ મેળવનારી વિશ્વની પ્રથમ કંપની બની હતી. કંપનીએ પોતાના ઉત્પાદન દરમિયાન અંદાજે 25 લાખ વૃક્ષો દ્વારા શોષાતા કાર્બન ડાયોક્સાઇડ જેટલું ઉત્સર્જન ઘટાડ્યું હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2021માં કોટ્યાર્ક ઈન્ડસ્ટ્રીઝ ભારતની પ્રથમ બાયોડીઝલ કંપની બની હતી, જેનો IPO બજારમાં આવ્યો હતો. ઉપરાંત કંપની રાજસ્થાનમાં બાયોફ્યુઅલ માટે જરૂરી કાચા માલના છોડનું વૃક્ષારોપણ પણ કરી રહી છે.
પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે કરાયેલા યોગદાનને ધ્યાનમાં રાખીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડન દ્વારા કંપનીને આ સન્માન આપવામાં આવ્યું હતું. એવોર્ડ સ્વીકારતી વેળાએ કંપનીના હોલ-ટાઇમ ડાયરેક્ટર ધૃતિ શાહ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ભાવિની શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top