નડિયાદ: વસો તાલુકાના દંતાલી ગામની સીમમાં આવેલ એક પેટ્રોલપંપમાં પાંચેક દિવસ અગાઉ નોકરીએ લાગેલો હરિયાણાનો શખ્સ રાત્રીના સમયે તકનો લાભ લઈ પેટ્રોલપંપની ઓફિસના ડ્રોવરમાં મુકેલી રૂ.2,49,150 ભરેલી થેલીની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ડભાણ ગામમાં આવેલ શ્યામવિલા સોસાયટીમાં રહેતાં અનિલભાઈ યાદવનો વસો તાલુકાના દંતાલી ગામની સીમમાં માનસી પેટ્રોલપંપ આવેલો છે. તેઓના પેટ્રોલપંપમાં એક મેનેજર સહિત કુલ છ વ્યક્તિઓ નોકરી કરે છે. ઉપરાંત તેઓએ પાંચેક દિવસ અગાઉ હરિયાણાના ભુપેન્દ્ર શર્માને ફિલર તરીકે નોકરી પર રાખ્યો હતો.
એટલું જ નહીં આ પરપ્રાંતિય ભુપેન્દ્ર શર્મા ઉપર વિશ્વાસ મુકી તેને પેટ્રોલપંપમાં જ રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. જેને પગલે ભુપેન્દ્ર શર્મા રાત્રીના સમયે પણ પેટ્રોલપંપમાં જ ઉંઘતો હતો. ગત શુક્રવારના રોજ મોડી સાંજના સમયે ભુપેન્દ્રભાઈ પેટ્રોલ-ડિઝલના વેચાણનો હિસાબ કરી, રૂપિયા ઓફિસના ખાનામાં મુકી ઘરે ગયાં હતાં. બીજી બાજુ દિવસની શિફ્ટની નોકરી કરતાં કર્મચારીઓ પણ ઘરે ગયાં હતાં અને નાઈટ શિફ્ટના કર્મચારીઓ આવીને ફરજ પર લાગ્યાં હતાં. દરમિયાન રાત્રીના સમયે પેટ્રોલપંપમાં જ રહેતો પરપ્રાંતિય ભુપેન્દ્ર શર્મા તકનો લાભ લઈ ઓફિસમાં ઘુસ્યો હતો અને ટેબલના ડ્રોવરમાંથી રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો હતો.
બીજા દિવસે સવારે અશોકભાઈ યાદવ નિત્યક્રમ મુજબ પેટ્રોલપંપે પહોંચ્યાં તે વખતે ઓફિસના ડ્રોવરમાંથી રૂપિયા ભરેલી થેલી ગાયબ હતી. જેથી અશોકભાઈ યાદવે આ રૂપિયા બાબતે કર્મચારીઓની પુછપરછ હાથ ધરી હતી. પરંતુ, દરેક કર્મચારીઓ તેનાથી અજાણ હતાં. જ્યારે ભુપેન્દ્ર શર્મા તે વખતે સ્થળ પર હાજર ન હતો. જેથી અશોકભાઈને પોતાના જ કર્મચારી ભુપેન્દ્રભાઈ ઉપર શંકા ગઈ હતી. જેથી તેમણે પેટ્રોલપંપમાં લગાવાયેલાં સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસ્યાં હતા. જેમાં ભુપેન્દ્ર શર્મા જ ઓફિસમાં મુકેટ ટેબલના ડ્રોવરમાંથી રૂપિયા 2,49,150 ભરેલી થેલી લઈને ભાગી ગયો હોવાનું સ્પષ્ટ નજરે પડ્યું હતુ. જેથી પેટ્રોલપંપના માલિકે સી.સી.ટી.વી ફુટેજ વસો પોલીસમથકને સોંપી, ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ભુપેન્દ્ર શર્મા સામે ગુનો નાેંધ્યાે હતાે.