Charchapatra

બાળકો બગડે છે કેમ?

તા. 22-08-21ના ‘‘ગુજરાતમિત્ર’’ની રવિપૂર્તિમાં ‘‘જીવન સરિતાને તીરે’’ કોલમમાં ‘‘મા-બાપ સંતાનોને કેમ સુધારી શકતા નથી’’ શીર્ષક હેઠળનો શ્રી દિનેશ પંચાલનો લેખ વાંચી લખવાની પ્રેરણા મળી એમણે મહાત્મા ગાંધીજીના મોટા પુત્ર હરિભાઈ વિષે અને સુનિલદત્તના પુત્ર સંજયદત્ત વિષે પણ વાત કરી છે. બે બાળક હોય ત્યારે બંનેનો સ્વભાવ વિચારસરણી એમ જુદું જુદું હોય શકે છે. એક બાળક ખુબ હોશિયાર હોય અને બીજો ખુબ નબળો મંદબુધ્ધિ પણ હોય શકે. દિનેશ પંચાલે જે લેખ લખ્યો છે તેની મૂળ વાત ઉપર આવું તો મા-બાપ સંતાનને કેમ સુધરી શકતા નથી એ માટે ઘણાં કારણો છે.

એક તો સંતાનની દોસ્તી કોની સાથે છે ? બાળકને પુરતો પ્રેમ ન મળતો હોય ત્યારે પણ તે બગડે છે. તે એકલો અટુલો પડી જાય છે અને અવળે માર્ગે વળે છે. ખોટું માર્ગદર્શન મળે, એને અન્યાય થાય ત્યારે પણ તે બંડ પોકારે છે. ફિલ્મોની અસર પણ બાળક પર પડે છે. સારા પુસ્તકોના વાંચનને બદલે મોબાઈલનો દુરુપયોગ પણ બાળકને બગાડવાનું કામ કરે છે. પિતા પ્રામાણિક હોય પણ પુત્ર લાંચ લેતો હોય તેવું પણ બને છે. વર્તમાન સમાજની અસર પણ બાળકના માનસ પટ પર પડે છે એ નિ:શંક છે.
નવસારી           – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top