Charchapatra

કોણ નિયંત્રણ કરશે?

હાલ કોવિડ19 મહામારી ચાલુ છે, બહુ જ હોસ્પિટલ છે બહુ જ નિયમો છે, ડોક્ટર ની સામે કોઈ વધો તો ન જ હોવો જોઈએ, પરતું હોસ્પિટલ ના નિયમો સામે વિચારો તો આવે જ, હાલ મા જ એક એવી હોસ્પિટલ મા જવાનુ થયુ તો જાણવા મળ્યું કે દવા અને તેને લગતી તમામ ચીજો હોસ્પિટલ ની મેડિકલ દુકાન માથી જ લાવવાની રહશે, નહી તો માન્ય ન રખાશે,  દવા અને ઇંજેક્શન ની એક જ કંપની હોય  તો બહાર થી લાવેલ કેમ માન્ય ન ગણાય  ? કોણ નિયંત્રણ કરશે  ?  ખરેખર આપણા દેશમાં મજબુરી કેવી છે, કોઈ બોલી પણ ન શકે કારણ કે જો કઇ વિરોધ કરે તો દર્દી નો ડર સતાવે. લોકો ખુબજ સારી રીતે સમજે છે કે દવાઓ ના ભાવ મા કેવા તફાવત હોય છે, ખુબજ વ્યાજબી ભાવ ની દવા થી એમ.આર.પી સુધી ના ભાવ મા કદાચ કોઈ પોતાની સારવાર પુરી કરી શકે. દર્દી ની કોઈ તકલીફ હોય તો ડોક્ટર કહે તેજ કરવુ પડે, કારણ કે સામાન્ય માણસ કઇ પણ જાણતો નથી, પરતું જો આવા નિયમો હોય તો ચોક્કસ ખબર પડે. કોણ નિયંત્રણ કરશે  ? લખનાર ને નથી લાગતુ કે કોઈ આનુ નિયંત્રણ કરી શકે, આપણા દેશ ની એવી કમનસીબી છે કે એક વખત લાગેલ કાયદા જલદીથી દુર ન થાય, ભલે એમા સામાન્ય માણસો નો મરો કેમ ન થાય.
સુરત       – જિજ્ઞેશ બક્ષી         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top