Charchapatra

ગુજરાતમાં ૧ લાખ ઘર િવહોણાને ઘર કયારે?

મનુષ્ય માટે રહેવા માટે મકાન (ઘર)  એ પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ ગુજરાતમાં એક લાખ ચુમ્માલિસ હજાર લોકો આજેય ઘરવિહોણા છે. ઘર માટે જમીન ન હોવાથી આ ભૂમિહીન પરિવારો ફૂટપાથ અથવા ખુલ્લી જમીનમાં રહેવા મજબૂર બન્યા છે. ખુદ કેન્દ્ર સરકારે લોકસભામાં આ વાતનો ખુલાસો કર્યો છે. કેન્દ્રનું કહેવું છે કે, ઘરવિહોણાં લોકો માટે જમીન સંપાદન એ મહત્વની પ્રક્રિયા છે. તે રાજય સરકારની જવાબદારી છે. પરંતુ ઘરવિહોણા અત્યારે તો ફૂટપાથ કે ખુલ્લી જમીનમાં રહેવા મજબૂર બન્યા છે. હજારો – લાખો ગરીબ પરિવારો ઉપર આભ, નીચે ધરતીની જેમ દયનીય અવસ્થામાં જીવન વ્યતિત કરી રહ્યા છે. ત્યારે રાજય સરકારે આ ગંભીર બાબતને લક્ષમાં લઇ ઘર વિહોણાંની કફોડી દશા સુધારવા તાકીદે યોગ્ય ઘટતાં પગલાંઓ લેવાની જરૂર છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top