નવી દિલ્હી (New Delhi): વિશ્વવ્યાપી વિરોધ અને ભારે ટીકા પછી વોટ્સએપે (Whats App) પોતાની નવી પ્રાઇવસી પોલીસી અંગે એક મોટો નિર્ણય લીધો છે. છેલ્લા ઘણા દિવસોથી વોટ્સએપ ભારે વિવાદમાં રહ્યુ છે. અને આ વિવાદ વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લઇને છે. આમ જોવા જઇએ તો ચેટિંગ એપમાં વિશ્વભરમમાં વોટ્સએપની મોનોપોલી છે. બીજી ઘણી બધી ચેટિંગ એપ્સ હોવા છતાં લોકો વોટ્સએપ જ વાપરે છ, એનું કારણ છે કે વોટ્સએપ વધુ યુુઝર ફ્રેન્ડલી છે. પણ જેવી વોટ્સેપની નવી પ્રાઇવસી પોલિસી થોડા સમય પહેલા ચર્ચામાં આવી લોકો વિફરી ગયા અને જોત-જોતામાં જ આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બની ગયો.
સમાચાર આવ્યા છે કે વોટ્સએપે તેની નવી પ્રાઇવસી પોલિસી હાલ પૂરતી સ્થગિત રાખી છે. મળતી માહિતી મુજબ વોટ્સેપ હજી આગામી ત્રણ મહિના સુધી નવી પ્રાઇવસી પોલિસી લાગુ કરશે નહીં. નોંધ લેજો કે આ નિર્ણય નવી પોલિસીને સ્થગિક કરવાનો છ. તેને દૂર કરવાનો નથી. દુનિયાભરમાં લોકો વોટ્સેપ છોડીને તેની પર્યાયી એપ્સ તરફ વળ્યા છે. મોટા પાયે પોતાના યુઝર્સ ગુમાવતા વોટ્સએપે આ નિર્ણય લેવાની ફરજ પડી હોય એવું લાગે છે.
વોટ્સએપે હાલની નવી ગોપનીયતા નીતિ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે નવી નીતિ સ્થગિત કરવા પાછળ અફવાઓ ફેલાવવામાં આવી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વોટ્સએપ વપરાશકારનું ખાતું બંધ કરવામાં આવશે નહીં. જે લોકો નીતિનું પાલન કરતા નથી તેઓએ 8 ફેબ્રુઆરી પછી પણ એકાઉન્ટ ચાલુ રાખ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુનિયાભરમાં ચાલી રહેલી અફવાઓ સામે વોટ્સએપ અભિયાન ચલાવશે. વપરાશકર્તાઓને નવી ગોપનીયતા નીતિની સમીક્ષા કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે.
વોટ્સએપની નવી ગોપનીયતા નીતિનો વિરોધ ચાલુ છે. લોકોની અંગત માહિતી બળજબરીથી લેવા માટે વોટ્સએપની ઘણી ટીકા થઇ રહી છે. ફક્ત સામાન્ય વપરાશકર્તાઓ જ નહીં, પરંતુ ઘણી મોટી કંપનીઓના સીઈઓ અને બિઝનેસ ટાઇકુન્સે પણ આ મેસેજિંગ પ્લેટફોર્મ સિવાય અન્ય એપ્લિકેશનો પસંદ કરવાનું શરૂ કરી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પેમેન્ટ ગેટવે એપ્લિકેશન ફોન પેના સીઈઓ સહિત કંપનીના 1000 થી વધુ કર્મચારીઓએ તેમના મોબાઇલમાંથી વોટ્સએપ કાઢી નાખ્યા છે. હવે આ કર્મચારીઓ તેમના બધા કામ માટે સિગ્નલનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીના સીઈઓ સમીર નિગમે (ફોન પેના સીઇઓ સમીર નિગમે) ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે.