તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર તામિલનાડુના મુખ્યમંત્રી અડોપ્પી કે. પલાની સ્વામીએ તાજેતરમાં બારમાં નવા નોંધાયેલા જુનિયર વકીલો માટે માસિક રૂપિયા ત્રણ હજાર બે વર્ષ માટે સ્ટાઈપેન્ડ આપવાની જાહેરાત કરી છે. જેમાથી તેઓ પોતાની શરૂઆતની નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરી શકે.
છેલ્લા ઘણાં સમયથી બાર કાઉન્સિલ ઓફ તામિલનાડુ અને પુડુચેરીની સ્ટાઈપેન્ડ માટે માંગણી હતી. પલાની સ્વામીએ સ્ટાઈપેન્ડની જાહેરાત કરતા કહ્યું કે અમુક યુવા ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર અને ગરીબ વર્ગ સાથે સંકળાયેલ વકીલો શરૂઆતમાં ટકવા માટે મુશ્કેલીઓનો સામનો કરે છે કારણકે એમને કોઈ નિયમિત આવક નથી હોતી અને એના માટે તેઓ વ્યવસાય પણ બદલી દે છે. એમણે કહ્યું કે ઘણાં નવા વકીલો નિયમિત આવક નહીં હોવાથી પોતાની મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરી નથી શકતા. આ સ્ટાઈપેન્ડથી એમને ટેકો મળશે જેથી તેઓ પોતાની મહત્ત્વકાંક્ષાઓ પૂર્ણ કરી શકે.
તામિલનાડુના મુખ્યમંત્રીએ પોતાના રાજ્યના જુનિઅર વકીલો માટે બે વર્ષ માટે માસિક ત્રણ હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ જાહેર કરવાનું પગલું સ્તુત્ય અને આવકરદાયક તો છે જ સાથો સાથ અન્ય રાજ્યો માટે અનુકરણીય પણ છે જ.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.