Charchapatra

વિવેક અને બુધ્ધિ વિનાનું ધન માણસને પ્રાપ્ત થાય તો પણ અર્થહીન

સમાજમાં એવાં ઘણાં દૃષ્ટાંતો મળે છે. દૃષ્ટાંતો એવાં કે જેમની પાસે લાંબુ વિચારવાની શક્તિ જ નથી હોતી ને છતાં કેટલાક પાસે અપાર ધન આવી ગયું હોય. જેમ ભારે ખોરાક કેટલાકને પચતો નથી. તેવું જ બુધ્ધિ જ નથી તેવાં લોકો કે વ્યકિત પાસે ગયેલું ધન કોઈને પણ ખપમાં આવતું નથી. પૈસા આવે તો તેને યોગ્ય રીતે વાપરવા માટે પ્રભુના આશીર્વાદની જરૂર રહે છે. પૈસા આવ્યા પહેલાં જેનું આચરણ સમાજ માટે તદ્દન સારું હતું. પોતાનાથી થઈ શક્તિ શારીરિક આર્થિક મદદ તે સમાજ માટે કરતો હોય, પરંતુ પૈસા આવ્યો એટલે જાણે બુધ્ધિ જ ગાયબ થઈ ગઈ. પૈસા આવ્યા પહેલાં તે વિનય-વિવેકથી વર્તન કરતો પરંતુ પૈસા આવ્યા બાદ જાણે તેના પગ પૃથ્વી પર ઠરતા ન હોય તેવો બની ગયો. ધન જોડવાનું સાધન બની શકે છે પરંતુ બુધ્ધિ વિનાને અને સંસ્કારહીન પાસે પૈસો આવ્યો એટલે તેનું જીવન જે પાટા ઉપરથી ઉતરી ગયેલી ગાડી જેવું બની જાય છે. જો પૈસો ખોટે માર્ગે આવ્યો હોય તો તે પૈસા જેની પાસે પહોંચ્યો તેની બુધ્ધિને જ ભ્રષ્ટ કરી છે. સંઘર્ષ તમને થકાવે જરૂર છે. પણ અંદરથી મજબૂત બનાવે છે અને સંઘર્ષ છે તો જ સફળતા છે. સંઘર્ષથી કરેલી કમાણી માણસને સંયમી ને સમજદાર બનાવે છે.
સુરત     – અખ્તર મકરાની-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સરકારને શું લાગેવળગે?
તાજેતરમાં અંબાજી તીર્થધામમાં વહેંચાતા મોહનથાળના પ્રસાદ ઉપર રોક લગાવવાના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં હોબાળો મચ્યો. છેવટે સરકારે થૂંકેલું ચાટી નિર્ણય ફેરવવો પડ્યો. તમામ  ધર્મસ્થાનોમાં અલગ અલગ પ્રસાદ સદીઓથી વહેંચવાની પરંપરા ચાલી આવેલ છે. એમાં સરકારને દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી પરંતુ હાલની  બહુમતીના કેફમાં ડૂબેલી છે. તેથી પોતાના મળતિયાઓને ગમે ત્યાં ગમે તે વસ્તુઓના કોન્ટ્રાકટ અપાવવા દોડી જાય છે. મોરબીના ઝૂલતા પુલના કોન્ટ્રાક્ટની જેમ અંબાજીમાં ચીકી સપ્લાયનો જંગી કોન્ટ્રાકટ સગાંવ્હાલાંને અપાવવાનો ખેલ હાલ તો ઊંધો પડ્યો છે.

સમજદાર સરકાર આવી બાબતોમાં માથું ન મારે, પણ વિરોધ પક્ષના અભાવે વર્તમાન શાસકો બેફામ બન્યા છે. બાકી જેનો પોતાનાં તીર્થધામોમાં સુખડી અને કણીના લાડુ પ્રસાદીરૂપે વહેંચે છે. હિંદુઓ તો દરેક ધર્મસ્થાનોમાં અલગ પ્રસાદી વહેંચે છે. ક્યાંક શીરો તો ક્યાંક સાંકરિયા દાણા અને ક્યાંક પંજરીનો પ્રસાદ પરંપરાગત રૂપે અપાય છે. મૂર્ખ સરકારે આ બધી પરંપરાઓમાં જરૂર વગરનો ચંચુપાત શા માટે કરવો જોઈએ?
સુરત     – જીતેન્દ્ર પાનાવાલા-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top