નવી દિલ્હી: સમગ્ર ઉત્તર ભારત (North India) ઠંડી (Cold) અને ગાઢ ધુમ્મસની (Fog) તીવ્ર અસર દેખાઈ રહી છે. આજે 9 જાન્યુઆરીએ દિલ્હી (Delhi) -NCRમાં વિઝિબિલિટી (Visibility) ખૂબ જ ઓછી છે. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસની અસર વધુ જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે વાહનવ્યવહારને અસર થઈ રહી છે. આ સાથે જ ધુમ્મસની અસર ટ્રેન અને ફ્લાઈટ્સ પણ પડી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે ઘણા શહેરોમાં વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે.
દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસની જોવા મળી રહી છે. ધુમ્મસની ચાદરને કારણે રસ્તાઓ પર વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. જેમ જેમ દિવસ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઉત્તર ભારતના રાજ્યોમાં ધુમ્મસનું પ્રમાણ ઘટતું જણાતું નથી. જેના કારણે ઘણી ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા ઘણા કલાકો મોડી ચાલી રહી છે. દિલ્હી અને પંજાબથી લઈને પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી ગાઢથી લઈને ખૂબ જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં ઓછી વિઝિબિલિટીને કારણે, આજે 9 જાન્યુઆરી, 2023ના રોજ સવારે 9 વાગ્યા સુધીમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ (IGI દિલ્હી એરપોર્ટ) પર લગભગ 25 ફ્લાઈટ્સ મોડી પડી છે. જ્યારે દિલ્હી જતી ઉત્તર રેલવેની 29 ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આજે સવારે લગભગ 5.30 વાગ્યે દિલ્હીના સફદરજંગ અને પાલમમાં 25 મીટર વિઝિબિલિટી નોંધવામાં આવી છે.
ઉત્તર રેલવેની આ ટ્રેનો લેટ
ગાઢ ધુમ્મસના કારણે 29 ટ્રેનો મોડી ચાલી રહી છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી આ તીવ્ર ઠંડીથી કોઈ પણ પ્રકારની રાહત નથી. ઉત્તર રેલવે ઝોનમાં દોડતી 29 ટ્રેનો મોડી પડી છે. સાથે જ ધુમ્મસના કારણે માર્ગો પર વાહનોની ગતિ પણ ધીમી છે. ઉત્તર રેલવે દ્વારા જારી કરાયેલી યાદી મુજબ ઘણી ટ્રેનો સાડા ચાર કલાક સુધી મોડી ચાલી રહી છે. ઉત્તર રેલવે ઝોનની આ ટ્રેનો મોડી છે-
હવામાન વિભાગ (IMD) અનુસાર, પંજાબના ભટિંડા, આગ્રા, બરેલી અને યુપીના લખનૌમાં સવારે 5.30 વાગ્યે શૂન્ય વિઝિબિલિટી નોંધાઈ હતી. તે જ સમયે, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં શૂન્ય વિઝિબિલિટી હતી. આ સિવાય અમૃતસરમાં 25 મીટરની વિઝિબિલિટી નોંધાઈ હતી.