Entertainment

વિરુષ્કા જલ્દી બનશે બીજી વાર માતા-પિતા, લંડનમાં આ તારીખે થશે અનુષ્કાની પ્રસુતિ

મુંબઇ: ક્રિકેટ (Cricket) જગતના લોકપ્રિય ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) અને બોલિવૂડની (Bollywood) પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) ટુંક સમયમાં જ બીજી વાર માતા પિતા બનશે. અગાઉ અનુષ્કાની પ્રેગ્નેન્સીની ખબરો ખુબ જ વાઇરલ થઇ હતી. દરમિયાન તેમના ફેન્સ માટે ખુશીના સમાચાર (GoodNews) સામે આવ્યા છે. પરંતુ આ સેલેબ્રીટી કપલે પોતાના માતા-પિતા બનવાની કોઇ સત્તાવાર માહિતી આપી નથી. દરમિયાન ખબરો સામે આવી છે કે અભિનેત્રી લંડનમાં (London) થોડા દિવસોમાં તેણીના બાળકને જન્મ આપશે.

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ તાજેતરમાં જ તેના એક્સ હેન્ડલ ઉપર એક પોસ્ટ કરીને પાવર કપલના માતા પિતા બનવા અંગે દાવો કર્યો હતો. વિરાટ કે અનુષ્કાનું નામ લીધા વિના તેમણે લખ્યું, “આગામી થોડા દિવસોમાં નવું બાળક જન્મવાનું છે! આશા છે કે બાળક ભારતને મહાન ક્રિકેટિંગ પિતાની જેમ ઉંચાઈ પર લઈ જશે. અથવા તે માતાને અનુસરશે અને ફિલ્મ સ્ટાર બનશે?” ગોએન્કાએ ‘મેડ ઇન ઇન્ડિયા’ અને ‘ટુ બી બોર્ન ઇન લંડન’ હેશટેગ્સનો પણ ઉપયોગ કર્યો હતો. જેનાથી ખાતરી થઈ હતી કે ઉદ્યોગપતિ અનુષ્કા અને વિરાટ વિશે વાત કરી રહ્યા છે.

અગાઉ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રી અનુષ્કા પતિ વિરાટ કોહલી સાથે તેના બીજા બાળકને એક્સપેક્ટ કરી રહી છે. ત્યાર બાદ અનુષ્કા શર્માની બીજી ગર્ભાવસ્થાના અહેવાલો ઓક્ટોબર 2023માં પ્રથમ વખત હેડલાઇન્સ બન્યા હતા.

દરમિયાન અનુષ્કા શર્મા છેલ્લા ઘણા મહિનાઓથી લાઈમલાઈટથી દૂર છે. તેણી સોશિયલ મીડિયા પર પણ ઓછી સક્રિય છે. વર્લ્ડ કપ 2023 દરમિયાન અનુષ્કા તેણીના પતિ વિરાટ કોહલીને ચીયર કરવા સ્ટેડિયમમાં ઘણી વખત જોવા મળી હતી. આ દરમિયાન તેણી પોતાના બેબી બમ્પને છુપાવતી પણ જોવા મળી હતી. તમામ અટકળો છતાં આ કપલે પ્રેગ્નન્સીના સમાચાર પર મૌન સેવી લીધું છે. હવે એક વ્યક્તિએ અભિનેત્રીની ડિલિવરી ડેટને લઈને હિંટ આપી છે.

2021માં વિરુષ્કાની બાળકીનો જન્મ થયો હતો
વર્ષ 2020માં અનુષ્કાની પ્રેગ્નેંસીની ખબર વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી. ત્યાર બાદ વર્ષ 2023ની જાન્યુઆરીમાં અનુષ્કાએ એક દિકરીને જન્મ આપ્યો હતો. દિકરીનું નામ વિરુષ્કાએ વામિકા કોહલી રાખ્યું હતું. વામિકાની સાથે ઘણી વાર કપલ ક્વોલિટી ટાઇમ વિતાવતા જોવા મળ્યા છે. પરંતુ હજી સુધી કપલે વામિકાનો ફેસ મીડિયામાં રીવીલ નથી કર્યો. બંને પોતાની પર્સનલ લાઇફને પ્રાઇવેટ રાખવાનું ખૂબ પસંદ કરે છે.

Most Popular

To Top