National

યુપીમાં ટ્રિપલ તલાકનો ચોંકાવનારો મામલો, મહિલાનું માથું મુંડાવી માર મારવામાં આવ્યો અને પછી..

યુપીઃ (UP) યુપીના મેરઠમાં ટ્રિપલ તલાકનો (Triple Talaq) એક અત્યંત અસંવેદનશીલ મામલો સામે આવ્યો છે. જ્યાં આરોપી પતિ દ્વારા મહિલાને માત્ર ટ્રિપલ તલાક જ આપવામાં નહીં આવી પરંતુ તે પહેલા તેનું માથું મુંડવામાં આવ્યું અને પછી માર મારવામાં આવ્યો. બાદમાં ત્રણ તલાક આપ્યા બાદ તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. મહિલા સાથે અત્યાચારની (Harassment) આ કહાણી કેટલાય મહિનાઓથી ચાલી રહી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ તેની સાથે થઈ રહેલા આ ગુનામાં તમામ સાસરિયાઓ પણ સામેલ હતા. હવે એએસપી મેરઠની સૂચના પર પોલીસે પતિ સહિત પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.

  • પતિ દ્વારા મહિલાને માત્ર ટ્રિપલ તલાક જ આપવામાં નહીં આવી પરંતુ તે પહેલા તેનું માથું મુંડવામાં આવ્યું
  • પતિ અને સાસરિયાઓ ત્રણ-ચાર મહિનાથી તેના ઉપર અત્યાચાર ગુજારતા હતા
  • ત્રણ વાર તલાક બોલીને તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી

મહિલાના કહેવા પ્રમાણે તેના પતિ અને સાસરિયાઓ ત્રણ-ચાર મહિનાથી તેના ઉપર અત્યાચાર ગુજારતા હતા. તેની સાથે અનેકવાર મારપીટ પણ કરવામાં આવી હતી. લીસાડીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી આ મહિલાના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. તેનો પતિ બુલેટની માંગ કરીને તેને મારતો હતો. 7 જૂને પણ તેણી પર હુમલો કરવામાં આવ્યો હતો અને બળજબરી કરવામાં આવી હતી. આ દરમિયાન જબરજસ્તી મહિલાનું મુંડન પણ કરાવી દેવામાં આવ્યું હતું. આ પછી મહિલાને તેના મામાના ઘરે મોકલી દેવામાં આવી હતી. બાદમાં કોઈ રીતે પંચાયત દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. જોકે પરિણિતા જ્યારે તેના મામાના ઘરેથી પરત આવી ત્યારે પતિએ ફરીથી તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. 14 ઓગસ્ટના રોજ તેને ફરીથી માર મારવામાં આવી હતી અને અપશબ્દો બોલવામાં આવ્યા હતાં. એટલું જ નહીં ત્રણ વાર તલાક બોલીને તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારપછી તે તેના માતા-પિતા સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી, પરંતુ ત્યારબાદ કેસ નોંધાયો ન હતો. આ પછી તેણે એએસપીનો દરવાજો ખટખટાવ્યો હતો. કાંકરખેડા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ મામલે તપાસ કરતા અધિકારીએ જણાવ્યું કે મહિલાએ ફરિયાદમાં વાળ કાપવાનો ઉલ્લેખ કર્યો નથી. ટ્રિપલ તલાક, દહેજની માંગ અને ઉત્પીડનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પતિ સહિત અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહિલાએ સાસરિયાઓ પર ક્રૂરતાની હદ વટાવવાનો આરોપ લગાવ્યો છે.

ટ્રિપલ તલાક શું છે
મુસ્લિમોમાં પતિ દ્વારા પત્નીને એક જ વારમાં ત્રણ વાર તલાક-તલાક-તલાક બોલીને લગ્ન તોડી નાખવાની પ્રથા છે. જેના કારણે મુસ્લિમ મહિલાઓ ગુનાનો શિકાર બની રહી હતી. વિદેશમાં બેઠેલા તેના પતિ ઘણી વખત ફોન પર કે પત્રમાં ત્રણ વખત તલાક લખીને લગ્ન તોડી નાખતા હતા. ત્યારબાદ મહિલાઓને ફરીથી લગ્ન કરવા માટે હલાલા (બિન-પુરુષ સાથે શારીરિક સંબંધો રાખવા) કરવાની ફરજ પાડવામાં આવી હતી. તે પછી જ ફરીથી લગ્ન થતા. પરંતુ હવે કેન્દ્ર સરકારે મહિલાઓની સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાયદામાં ઘણા મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. જેના કારણે ટ્રિપલ તલાકના ઘણા કેસ અચાનક 80 ટકા સુધીનો ઘટોડો નોંધાયો છે.

ટ્રિપલ તલાક સુધારો બિલ
ટ્રિપલ તલાકમાં થયેલા સુધારા મુજબ કોઈ પણ પુરૂષ મહિલાને એક સાથે ત્રણ વખત તલાક કહી શકે નહીં. તેને અપરાધ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. આમ કરવું બિનજામીનપાત્ર ગુનો છે. આમાં જો મહિલા વળતર માટે સંમત થાય તો જ મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે. જો પીડિત મહિલા કે પરિવાર ફરિયાદ કરશે તો ટ્રિપલ તલાકનો કેસ દાખલ કરવામાં આવશે. જેમાં નાના બાળકોને માતા સાથે રાખવામાં આવશે. ફોન અને પત્ર દ્વારા બોલવામાં આવેલ ટ્રિપલ તલાક માન્ય રહેશે નહીં.

Most Popular

To Top