Vadodara

સૂરજ સાથે સેલ્ફી લેતી વેળા બે ડુબ્યા : 1 લાપતા

વડોદરા: માતા પિતાને જૂઠ્ઠું બોલી ઘરની બહાર નિકળનાર બાળકો , વિદ્યાર્થીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો વડોદરા શહેરમાં બન્યો છે.ઘરેથી સાયકલ ચલાવવા જઈએ છે તેમ કહી છાણી નર્મદા કેનાલ પાસે પહોંચી સેલ્ફી લઈ રહેલા બે વિદ્યાર્થીઓ પૈકી એક કેનાલમાં લાપતા બન્યો હતો. સતત બીજા દિવસે પણ ફાયરબ્રિગેડના જવાનો દ્વારા કેનાલમાં તેની શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ કોઈ ભાળ મળી ન હતી. વડોદરા શહેરના છાણી નર્મદા કેનાલ ખાતે આથમતા સૂરજની સાથે સેલ્ફી લેવા જતા બે મિત્રો સાયકલ સમેત કેનાલમાં ખાબકયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ નિઝામપુરા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો અને ધોરણ 12માં અભ્યાસ કરતો દેવ મોરે તેના વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં રહેતો અને ધો.11માં ભણતો પ્રભજીત સાથે રવિવારે સાંજે છાણી કેનાલ પાસે સાયકલિંગ કરવા નીકળ્યા હતા. દરમિયાન સેલ્ફીની લ્હાયમાં બંને કેનાલના પાણીમાં ખાબક્યા હતા.ઘટનાને પગલે દોડી આવેલા સ્થાનિક તરવૈયાએ પ્રભજીતને બચાવી લીધો હતો.જ્યારે દેવ મોરેનો પતો લાગ્યો ન હતો.ફાયરબ્રિગેડના લાશ્કરોએ ફ્લડ લાઇટ લગાવી યુવકની શોધખોળ કરી હતી.

જોકે તેનો પત્તો લાગ્યો નહોતો, પણ પાણીમાંથી સાઇકલ અને ચંપલ કિનારેથી મળી આવ્યા હતા.ઘટનામાં બચી ગયેલ વિદ્યાર્થીના મામાએ કહ્યું હતું કે સોસાયટી નજીક જ સાયકલ ચલાવવા માટે જઈએ છીએ.પાંચ મિનિટમાં પરત આવીએ છીએ.તેવું જૂઠું બોલી ઘરેથી નીકળ્યા હતા.અને કેનાલની પાળ ઉપર સાઇકલ ઊભી રાખી સેલ્ફી લઈ રહ્યા તે સમયે નજીકમાંથી કાર પસાર થતાં તેનું બેલેન્સ બગડ્યું હતું. સાયકલ સાથે કેનાલમાં ખાબકેલ પ્રભજીતને બચાવવા દેવએ જંપલાવ્યું હતું.સ્થાનિક તરવૈયાએ પાણીમાં કૂદી પ્રભજીતની કમરનો ભાગ હાથમાં આવી જતા તેનો બચાવ થયો હતો.જ્યારે દેવ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રાત્રી દરમિયાન તેમજ બીજા દિવસે પણ કેનાલમાં લા પતા બનેલા દેવમોરીની શોધખોળ હાથ ધરી હતી.જોકે તેનો કોઈ પતો લાગ્યો ન હતો.

ઘેરથી જૂઠું બોલીને નહીં નિકળો, પસ્તાવુ પડે
ફરવા જઈએ છીએ અને પાંચ મિનિટમાં આવીએ છીએ. સોસાયટીની બહાર સાયકલ ચલાવવા જઈએ છે તેમ કહીને નીકળ્યા હતા.જૂઠું બોલી આજના યુવાનો બાળકો જે નીકળે છે તેમને એક જ સંદેશો છે કે પોતાના મા-બાપને પરિવારને જૂઠું બોલી એવી જગ્યા પર નહીં જાવ કે જ્યાં પાછળથી તમારા પરિવારને પસ્તાવું પડે એક નાના જુઠ્ઠા માટે બાળકે જીવ ગુમાવી દીધો. -પ્રભજીતના પિતા

Most Popular

To Top