આણંદ: આણંદના મોગરમાં આવેલ 200 વર્ષ ઉપરાંતના જુના ઐતિહાસિક વડવૃક્ષનું વિકાસના નામે નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. જેના સદર્ભમાં મોગર ગામની યુવાઓ વિધાર્થીઓ આગળ આવીને આ વૃક્ષને બચાવા સાસંદને રજુઆત કરી અને કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં આ વૃક્ષ સાથે ગામલોકોની લાગણી જોડાયેલ હોવાથી વિકાસના નામે તેને કાપી વિકાસ કાર્ય કરવા સામે આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
આણંદના મોગરમાં જાહેર માર્ગને પોહળો કરવા કરવા 40 થી વધુ 200 વર્ષ ઉપરાંત જુના વૃક્ષો કાપવા તજવીજ હાથ ધરાઈ છે.જેને લઈ સ્થાનિકો તેમજ પ્રકૃતિપ્રેમી યુવાઓ અને વિધાર્થીઓ આંદોલિત થયા છે.આ માટે તેઓએ સાંસદ મિતેષભાઈ પટેલને રજૂઆત કરી તેમજ કલેકટરને પણ આવેદનપત્ર આપ્યું છે.આ ઉપરાંત જો વૃક્ષ કાપવાની કાર્યવાહી કરાશે તો આ યુવાઓ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
કલેકટર ને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોગરી ના જાહેર માર્ગો ઉપર આશરે 200 વર્ષ જુના વટવૃક્ષ વર્ષોથી ત્યાના લોકોને શીતળતા આપે છે જેનુ હાલમાં વિકાસના નામે વૃક્ષ કાપવાની તૈયારીઓ કરાઈ રહી છે. જેમાં વડ જેવા વૃક્ષોને આપણા ગ્રંથોમાં ખુબ જ મહત્વ આપવામાં આવેલ છે. જે વૃક્ષ પુજનીય છે. તેમજ કેટલાય પંખીઓ પોતાના માળા બનાવીને રહે છે. આવી વર્ષો જુની ધરોહરને હાલ રોડ પહોળો કરવાના હેતુથી વૃક્ષો કાપવાની તજવીજ કરવી ખોટી છે.આ રોડ ઉપર સ્કુલ, કોલેજ તેમજ હોસ્પીટલ આવેલ છે.
સદર ઘટાદાર વૃક્ષો નીચે ઉનાળા જેવા આકરા તાપમાં કેટલાય પશુ- પંખોઓ, આશરો મેળવે છે. તેમજ અનુપમ મિશન સ્કુલ તથા કોલેજના બાળકો યુવાનો સદર વૃક્ષના છાંયડામાં ઠંડક મેળવે છે. તેમજ હોસ્પીટલ નજીક હોવાને કારણે હોસ્પીટલના દર્દીઓને પણ પુરતા પ્રમાણમાં ઓકસીજન મળી રહે છે. તેમજ તેમના પરીવારજનોને તેમજ આજુબાજુમાં રહેતા કેટલાય પરીવા૨જનો આશ્રય મળે છે. સદર વૃક્ષોને લીધે વાતાવરણ ખુબ જ આરોગ્યમય અને આનંદમય લાગે છે.
વળી સરકાર ધ્વારા “વૃક્ષ વાવો વરસાદ લાવો” તેમજ “વધુ વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો” જેવા સુત્રોચાર કરે છે. તો પછી આવા ઘટાદાર વર્ષો જુના વૃક્ષોનું જતન કરવાને બદલે પતન કરવામાં આવી રહયું છે. જે પર્યાવરણ તેમજ જનજીવનમાં તેમજ આવનારી પેઢીઓ માટે ખુબ જ નુકશાન કારક છે. “વૃક્ષો ધરતીની શોભા છે.” વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. તેના પાન માંના કાર્બન ડાયોકસાઈનો ઉપયોગ કરી વનસ્પતી માટે સ્ટાર્ગ બનાવે છે. અને પ્રાણવાયુ (ઓકસીજન) મુક્ત કરે છે. આમ તે હવાને શુધ્ધ કરે છે. મોગરી ગામ તરફ જતાં રસ્તા ઉપર સમારકામ દરમ્યાન આવા વૃક્ષો કાપી નાખવાને બદલે વૃક્ષની સાઈડમાંથી રોડ બનાવવામાં આવે અને વૃક્ષોને જીવતદાન આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
આ અંગે આવેદનપત્રમાં રૂચા પટેલે જણાવ્યું હતું કે, હું અને મારા સાથી યુવા મિત્રો જયારે આ રસ્તા પરથી પસાર થતા હતા (જનતા થી મોગરી ) ત્યારે જાણ્યું કે આ ઘટાદાર વૃક્ષઓનું ડેવલપમેન્ટના નામે નિકંદન કાઢવામાં આવશે. ત્યારે અમારા સર્વેની આખોમાંથી આંસુ નીકળી ગયા હતા. એના પરિણામના વિચારમાત્રથી અમારું કોઈ વહાલું સ્વજન હોસ્પિટલમાં દાખલ હોય અને ડોક્ટરએ ફક્ત 24 કે 72 કલાકનો સમય આપ્યો હોય તેવું દુઃખ અનુભવાયું હતું આથી અમે યુવાનોએ નક્કી કરી લીધું કે આ વૃક્ષોને કોઈપણ ભોગે બચાવીને રહીશુ અને અને માટે અમે એક ઉગ્ર આંદોલન કરવાનું નક્કી કર્યું છે.