Dakshin Gujarat

આ ભૂલ કે કૌભાંડ?: ભરૂચના વાલિયામાં ઘરમાં પાર્ક કારનો સૌરાષ્ટ્રમાં ટોલ કપાઈ ગયો!

ભરૂચ(Bharuch): અંકલેશ્વરના (Ankleshwar) વેપારીએ ટોલપોલનો અનુભવ થાય બાદ વાલિયાના (Valiya) દેસાડ પ્રાથમિક શાળામાં શિક્ષકે (Teacher) પોતાનો કડવો અનુભવ વર્ણવ્યો હતો. દોઢ મહિના પહેલાં તેઓ કેરેલા (Kerala) ફરવા ગયા હતા. એ વેળા તેમની હ્યુન્ડાઈ કાર (Car) ઘરે પડેલી હોવા છતાં છેક સૌરાષ્ટ્રના (Saurashtra) જૂનાગઢ (Junagadh) પાસેના ગડોઈ ટોલનાકા ખાતે ૧૧૫ રૂપિયા ફાસ્ટેગમાં (Fasttag) કપાઈ ગયા હતા.

  • કેરેલા ટૂર પર ગયેલા દેસાડ પ્રાથમિક શાળાના શિક્ષકની ગાડી પોતાના ઘરે મૂકેલી હતી
  • સૌરાષ્ટ્રના ગડોઈ ટોલનાકે રૂ.૧૧૫ ફાસ્ટેગમાં કપાઈ ગયા
  • મધરાત્રે મેસેજ આવતાં બીજા દિવસે શિક્ષકે સંપર્ક કરીને પૂછ્યું: ‘માટી ગાડી ગઈ નથી તો કેવી રીતે પૈસા કપાયા’
  • સંચાલકોએ કહ્યું, ‘કોઈ ભૂલ થઈ હશે’, રજૂઆત કરતા એક મહિના બાદ રૂપિયા રિફંડ મળી ગયા

મધરાત્રે મેસેજ આવતાં બીજા દિવસે કોન્ટેક્ટ કરીને કહ્યું કે, માટી ગાડી ગઈ નથી તો કેવી રીતે પૈસા કપાયા!! જે બાબતે તપાસ કરીને અંતે એક મહિના બાદ ફરીથી કપાયેલા પૈસા રિફંડ મળ્યા હતા.

વાલિયા તાલુકાના ડણસોલી ગામમાં રહેતા ૩૫ વર્ષના શિક્ષક યશવંતસિંહ દિલીપસિંહ ગોહિલ દેસાડ ગામમાં ફરજ બજાવે છે. ગત તા.૧૫ નવેમ્બરે તેઓ કેરેલા ટૂર પર ગયા હતા. તેમની હ્યુન્ડાઈ કાર નં.(GJ-૧૬ DK-૨૭૬૦) પોતાના ઘરે પડેલી હતી. એ જ દિવસે મધરાત્રે ૧૧.૧૬ કલાકે જૂનાગઢના ગડોઈ ટોલનાકાથી તેમના ફાસ્ટેગ પરથી રૂ.૧૧૫ કપાઈ ગયા.

ગાડી પોતાના ઘરે હોવા છતાં પણ પૈસા કપાયા કઈ રીતે એ માટે પેટીએમના કસ્ટમર કેરમાં ફોન કરીને માહિતી મેળવી હતી. પૈસા ગડોઈ ટોલ નાકા પર કપાયા હોવાથી તેમના સંચાલકોને જણાવ્યું કે, મારી ગાડી ઘરે છે અને તમારા ટોલનાકાથી ફાસ્ટેગમાંથી પૈસા કપાઈ ગયા છે.

તેમની વિગતો મેળવીને કહ્યું કે, કોઈ ભૂલ થઇ હશે એ તપાસ કરીને તમારા ફરીથી પૈસા રિફંડ થઇ જશે. જો કે, એક મહિને તા.૧૫ ડિસેમ્બરે ફરીથી પેટીએમ પર તમામ પૈસા રિફંડ થઇ ગયા હતા. આ બાબતે ભોગ બનનાર યશવંતસિંહ ગોહિલે કહ્યું કે, ટોલ પરથી જો ગાડી જાય તો પૈસા ફાસ્ટેગમાંથી કપાતા હોય છે. આ તો ગાડી ગઈ નથી ત્યારે મેન્યુઅલી પૈસા કપાય ત્યારે વાહનચાલકોને ફાસ્ટેગ પરથી ભરોસો ઊઠી જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં પણ ભૂતકાળમાં આવા બનાવો બન્યા છે કે ગાડી ટોલનાકામાંથી પસાર ન થઇ અને એ ગાડીઓનાં પણ ટોલ કપાઈ ગયા હોય. આ મુદ્દો આગામી દિવસોમાં આવવાની શક્યતા છે.

ટોલકાંડની ઘટના બાદ સોશિયલ મીડિયા પર ઘણા ફાસ્ટેગથી છેતરાયાના મેસેજોની વણજાર
વાપીના ટોલકાંડ પ્રકાશમાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ટોલનાકા પર અગાઉ પૈસા કપાયા હોવાની વાતો બહાર આવી છે. શિક્ષક યશવંતસિંહ ગોહિલ સહિત રિટાયર્ડ શિક્ષક કમલેશકુમાર કોસમીયા, નેત્રંગમાં પેટ્રોલ પંપના માલિક અયુબભાઈ પઠાણની ગાડી નેત્રંગ હોવા છતાં બે વાર ટોલનાકા પરથી પૈસા કપાયા છે.

Most Popular

To Top