જાંબુઘોડા: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યને ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે અને દર વર્ષે આ ચેરાપુંજી ગણાતા જાંબુઘોડા અભ્યારણ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાતો હોય છે પરંતુ આ ચાલુ વર્ષે મેઘરાજાએ લાંબી રાહ જોવડાવ્યા બાદ ભાદરવા માસમાં અચાનક વાતાવરણ એ પોતાનો મિજાજ બદલ્યો અને આકાશ માં કાળા ડિબાંગ વાદળો જોવા મળતા હતા જ્યારે ગત સાંજથી શુક્રવારની સવાર સુધી મેઘરાજા યે એકધારી બેટિંગ કરતા જાંબુઘોડા માં 86 મી.મી. એટલે કે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબ કી પડતા આજુ બાજુ ના વિસ્તારના કોતરો છલકાયા હતા અને આજુ બાજુ ના કોતરોમાંથી નવા નીરની આવક થતાં જાંબુઘોડા માંથી પસાર થતી જ્યારે ૨૪ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ થતા આજુ બાજુ ના કોતરો ના પાણી સુખી નદી માં ઠાલવાતા જાંબુઘોડાની સુખી નદી માં નવા નીર આવતા જાંબુઘોડા ની સ્થાનિક પ્રજામાં આનંદની લાગણી છવાઈ હતી મને નદીમાં ખળ ખળ વહેતા નવા જોવા માટે પ્રજા વહેલી સવાર થી જ નદી ની વાટ પકડી હતી.
જાંબુઘોડામાં મેઘ મહેર થતા નદીનાળા છલકાઇ ગયા
By
Posted on