Charchapatra

મૂળિયાને પડવાનો શોખ…

માતૃભૂમિ ગુજરાત, ભાષા ગુજરાતી, એની જ માટીમાં ઉછરી ઘડતર પામ્યા. શિક્ષકો પ્રત્યે અપરંપાર હેત. એક વાર સુરતની મુલાકાત વેળા ખબર પડી કે મારા શિક્ષક મનહરલાલ ભટ્ટ અહીં છે. તપાસ કરી વરાછા રોડ પર આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં મળવા વંદન કરવા ગયા. વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી સ્વાભાવિક રીતે ભાષા ગુજરાતી પર પ્રભુત્વ સારું. શરૂઆત ગુજરાતીમાં કરી સમગ્ર ઉદ્‌બોધન કયારેક હિંદીમાં અપાય.

બીજી તરફ એક બિનગુજરાતી નેતા હંમેશ ગુજરાતીમાં પ્રવચન આપે! જયારે 95 ટકા શ્રોતાઓ ગુજરાતી હોય ત્યારે ભાષા ગુજરાતી કેમ હાંસિયામાં મૂકાય? શ્રધ્ધા, અપેક્ષા, વિશ્વાસ રાખીએ વકતાઓ કમસેકમ ગુજરાતમાં વિચારો ગુજરાતીમાં જ વ્યકત કરે. પાંદડુ પી પીને કેટલું પીશે? મૂળિયાને તો પડવાનો શોખ. સ્વાનુભવ છે તામીલનાડુ જેવાં રાજયોમાં ત્યાંની પ્રજા લોકલ કે અંગ્રેજીમાં જ વાતો કરે.
સુરત              – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દેશમાં એકતા જરૂરી છે
દેશના દરેક રાજ્યોમાં એતા જરૂરી એક રાજ્ય બીજા રાજ્ય સાથે સરહદની બાબતે પણ ઝઘડો કરતાં રહે છે. ભાષા અંગે પણ ઝઘડા થાય છે. હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવા કેટલાક રાજ્ય તૈયાર નથી ખાસ કરીને દક્ષિણ ભારતના. ભારતને આઝાદ કરવા માટે જે એકતા હતી તે આજે જોવા મળતી નથી. પંજાબના પ્રજાજનો અંગ્રેજોની સામે લડયા અને જલિયાવાળા બાગમાં બાળકો સ્ત્રીઓ અને પુરુષો શહિદ થયા હતા.  પંજાબની જ પ્રજાએ નહીં પરંતુ ભારતના દરેક રાજ્યોની પ્રજાએ એકતા બતાવી હતી. હાલમાં પંજાબી કેટલાકજનો ખાલીસ્તાનની માંગણી કરે છે અને આતંકવાદી જેવા જ બને છે તે ખોટું છે ખોટી રીત છે. ભારતના ભાગલા ન પડે તે અખંડિત રહેવા જોઈએ. ભારત દેશની સમગ્ર પ્રજા હિંદુ, મુસ્લીમ, પારસી સૌ કોઈએ અંગ્રેજો સામે ટકરાઈને ભારતને આઝાદી અપાવી. તો શું તેઓએ ભારતની પ્રજાને અંદરોઅંદર લડવા માટે આઝાદી અપાવી હતી? કુંસંપને કારણે જ આપણ ેગુલામ થયા હતા. હવે તો સુધરો.
નવસારી           – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top