Charchapatra

સાચા શિક્ષણની જરૂર

આપણે આપણાં બાળકોને ડોકટર, ઇજનેર બનાવી રહ્યા છીએ. પરંતુ સાચું શિક્ષણ આપી રહ્યા નથી. બાળકોની નાનપણથી પૂરી થતી જીદ મોટા થઇને એક ગંભીર પરિસ્થિતિમાં ફેરવે છે. દીકરીઓ ટૂંકાં કપડાં પહેરી મોડી રાત સુધી બહાર રહે છે. દીકરાઓ મોડી રાત સુધી પાર્ટી કરતાં હોય છે. ત્યારે સમાચાર પત્રમાં વાંચતા હોઇએ છીએ બળાત્કારના કેસ વિશે. તો મિત્રો, આના માટે જવાબદાર કોણ? માતા-પિતાએ પોતાનાં બાળકોને આ અંગે શિક્ષિત કરવાની જવાબદારી છે. આ શિક્ષણ શાળા કે કોલેજમાં ના મળે. હાલના જોવા મળતા સમાચારમાં કે દીકરીઓની છેડતી થાય છે. પરંતુ આ ઘટનાની પાછળ જવાબદાર કોણ? નાનપણથી જ બાળકોને સાચી સમજણ આપવી, મોટા થઇ કોઇ ખોટા રસ્તે ન જાય એની કાળજી માતા-પિતાએ રાખવી. સારાં કપડાં કે ગાડી – બંગલાવાળા સંસ્કારી હોય એવું બનતું નથી.

બાળકો સારાં કપડાં પહેરે અને સમાજમાં બે માણસની વચ્ચે ગમે તેમ બોલે તો સારાં કપડાંનો શું અર્થ? સાચા સંસ્કાર તો બાળકના મનમાં, આચારમાં કે વિચારમાં હોય છે. તેને વિકસાવવાની જરૂર છે. આપણે દરેક માતા-પિતા એવું ઇચ્છતા હોઇએ છીકે એ આપણો દીકરો કે દીકરી મોટા થઇ સારી પોસ્ટ પર નોકરી કરે. મોટો માણસ બને. પૈસા કમાય પણ એની સાથે સંસ્કાર, સારા વિચાર આપવાનું કેમ ભૂલી જઇએ છીએ? આપણે એવું વિચારીએ કે આપણો દીકરો મોટો થઇ શ્રવણ બને, પરંતુ નાનપણથી કેળવેલા હશે તો શ્રવણ બનશે. દીકરી સાસરિયે માતા-પિતાનું નામ રોશન કરશે, પરંતુ તેમને પણ રીતભાતની સાચી કેળવણી આપી હશે તો થશે. સ્વતંત્રતા આપવી જરૂરી છે. દીકરા, દીકરીઓને પરંતુ સ્વતંત્રતા આપવાના ચકકરમાં તેઓએ જે જરૂરી છે એ સમજાવવાનું પણ બંધ કરી દીધું. સાચી શિક્ષણની જરૂરિયાત દીકરાઓ અને દીકરીઓ બન્નેને છે.
અમરોલી          – આરતી જે. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top