સુપ્રીમ કોર્ટે ( supreme court) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( rbi ) ને બેંકોમાં લોકરના સંચાલન અંગે છ મહિનાની અંદર નિયમો બનાવવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે બેંક લોકર ( bank loker) સેવાના કિસ્સામાં ગ્રાહકોની બાબતે બેન્ક પોતાની જવાબદારી માઠી છટકી શકે નહીં. લોકર તોડતા પહેલા ગ્રાહકને આની જાણકારી હોવી જોઇએ. જસ્ટીસ એમ.એમ. શાંતાનાગૌદર અને ન્યાયાધીશ વિનીત સરનની ખંડપીઠે કહ્યું કે આર્થિક વ્યવહાર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ગણો વધી ગયો છે. આવી સ્થિતિમાં, બેંકિંગ હવે સામાન્ય લોકોના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે.
કોર્ટે કહ્યું કે અર્થવ્યવસ્થા કેશલેસ ( cashless) બની રહી છે, મોટાભાગના લોકો ઘરે બેઠાં તેમની રોકડ, ઘરેણાં વગેરે રાખવા અચકાતા હોય છે. આવી સ્થિતિમાં, બેંકો દ્વારા પ્રદાન થયેલ લોકર જરૂરી સેવા બની ગઈ છે. આ સેવાનો ઉપયોગ ભારતીયો તેમજ વિદેશી લોકો પણ કરે છે.
કોર્ટે કહ્યું કે ઇલેક્ટ્રોનિકલ રીતે ઓપરેટેડ લોકરનો વિકલ્પ છે, જેમાં પાસવર્ડ અથવા એટીએમ પિન ( atm pin) દ્વારા એક્સેસ આપવામાં આવે છે. પરંતુ તેમાં પણ ગડબડ થવાની સંભાવના છે. તકનીકી રીતે જાણકાર ન હોય તેવા લોકો માટે, આવા લોકરનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. કોર્ટના જણાવ્યા અનુસાર ગ્રાહકો સંપૂર્ણપણે બેંક પર નિર્ભર છે.
ખંડપીઠે કહ્યું કે લોકર ઓપરેશન માટેની જવાબદારી ન લેવી તે ગ્રાહક સુરક્ષા કાયદાની સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન છે. ખંડપીઠ અનુસાર, તે ઉભરતા અર્થતંત્ર તરીકે રોકાણકારોના વિશ્વાસ અને દેશની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે.
બેંકો ઉપર લોકોની નિર્ભરતા વધારવા અંગે કોર્ટે કહ્યું કે આરબીઆઇએ એક વ્યાપક માર્ગદર્શિકા લાવવી જોઈએ. જે બેન્કોને લોકરની દ્રષ્ટિએ પગલા ભરવાનું ફરજિયાત બનાવે છે. બેંકોને ગ્રાહકો પર એકપક્ષી અને અયોગ્ય શરતો લાદવાની સ્વતંત્રતા હોવી જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય ગ્રાહક આયોગના આદેશને પડકારતી કોલકાતાના રહેવાસી અમિતાભ દાસગુપ્તાની અરજી પર સુનાવણી કરી રહી હતી. દાસગુપ્તાએ યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા બેંકના લોકરમાં રાખેલા સાત ઝવેરાત માંગ્યા હતા અથવા તેના બદલે 3 લાખ રૂપિયાની ચુકવણીની માંગ કરી હતી. પરંતુ ગ્રાહક મંચ તરફથી રાહત ન મળતાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.