SURAT

ડોક્ટરોની માનવતા મરી પરવારી, હડતાલના બહાને કર્યું આવું

suart : સુરતના સિવિલ હોસ્પિટલો ( surat civil hospital) ની માનવતા મરી પરવારી છે, કામચોરી કરવામાં અવ્વલ ડોક્ટરો ( docters) એ હડતાળનું બહાનું કાઢીને કોરોના વોરિયર્સ એવા 108 ના પાયલોટને પણ સારવાર કરવાની ના પાડી દેવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વાવાઝોડાથી પાંડેસરામાં એક વીજપોલ પડ્યો હતો અને તેના કારણે 108ના પાયલોટને ઇજા પહોંચી હતી પરંતુ સિવિલમાં તેની સારવાર શક્ય થઇ શકી ન હતી.


પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં સોમવારે બપોરના સમયથી જ તાઉતે વાવાઝોડા ( tauktea cyclone) ની અસર જોવા મળી હતી. સોમવારથી જ શહેરમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થઇ ગયો હતો. મંગળવારે સવારના સમયથી જ શહેરમાં ભારે વરસાદનું આગમન પણ થઇ ગયું હતું.

દરમિયાન ઇમરજન્સી સેવા 108માં પાયલોટ તરીકે ફરજ બજાવતા એક કર્મચારી મંગળવારે સવારના સમયે પાંડેસરા વિસ્તારમાં એક વીજપોલ પડ્યો હતો. આ અકસ્માતના કારણે 108ના પાયલોટને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. 108માં જ પાયલોટને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ અહીં ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ ( nursing staff) ની હડતાળને કારણે ટ્રોમા સેન્ટરમાં હાજર ડોક્ટરોએ ચોખ્ખા શબ્દોમાં સારવાર કરવાની ના પાડી દીધી હતી. રાત-દિવસ કામ કરતા 108ના કર્મચારીઓની જ સેવા ડોક્ટરોએ કરી ન હતી અને માનવતાને નેવે મુકી દીધી હતી. બીજી તરફ ઇજાગ્રસ્ત પાયલોટને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બાબતે 108ના ફૈઝાન પઠાણ સાથે સંપર્ક કરાયો હતો પરંતુ કોઇ વાત થઇ શકી ન હતી.

Most Popular

To Top