Charchapatra

રેડિયોનો સુવર્ણ કાળ

ગુજરાતમિત્રના અંકમાં રેડિયોની લોકપ્રિયતાના સુર્વણ કાળની વાતો કરતા ત્યારનાં લોકપ્રિય કાર્યક્રમોની વાતો કરી છે ત્યારનાં સમયમાં મન હૃદય સરી પડ્યું. વિવિધ ભારતી ઓલ ઇન્ડિયા અમદાવાદ- વડોદરા-રાજકોટ- શ્રીલંકા ત્યારનું સિલોન, બીબીસી જેવા સ્ટેશનો મનોરંજન સાથે માહિતીસભર કાર્યક્રમો રજૂ કરતાં સિબાકા ગીતમાલા ત્યારની બિનાકા ગીતમાલા અમીન સયાનીનો અવાજ આજે પણ ભાઈઓ બેહનોના સંબોધન થકી કાનમાં ગુંજે છે.

વળી, બી.બી.સી.ના સમાચારો ત્યારે સૌથી વિશ્વનીય ગણાતાં બાંગ્લાદેશ અંગે ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે પકડાયેલ કેદીની માહિતી ઓલ ઇન્ડિયા તેમના જ અવાજમાં આપતું તે તેમના પરિવારને તેઓ જીવીત હોવાની ધરપત આપતી, વળી તે સમયે ઘર કે ધંધા પર રેડિયો સાંભળવા લાયસન્સ લેવુ પડતુ હતું. રમેશ ચાંપાનેરી તથા વડાપ્રધાન મોદીજી રેડિયોની લોકપ્રિયતા બની રહે તેવાં પ્રયાસ કરી રહ્યા છે, તે જાણી આનંદ થયો. ગુજરાતમિત્ર પણ રેડિયો અંગે માહિતી આપતુ રહે છે. ધન્યવાદ રેડિયો એટલે રેડિયો ખરૂ ને!!
નવસારી – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મહાકુંભ અને મંતવ્ય
હું દૃઢપણે માનું છું કે, ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય. હું નથી માનતો કે નાગાસાધુના દર્શન કર્યે કલ્યાણ થાય. હું નથી માનતો કે સંતોના આશીર્વાદથી જીવન ઉન્નત બને. એને માટે કર્મો અને સદકર્મો કરવા પડે. 65 કરોડથી પણ અધિક ભાવિક ભક્તોએ કુંભની મુલાકાત લઈ સંગમ પર શ્રદ્ધાથી ડૂબકી લગાવી. અનેક દ્રશ્યો ભાવવિભોર કરી દેનારાં હતાં. પ્રતિદિન ૧ કરોડ ૪૫ લાખ. વળી પ્રયાગરાજની વસ્તી અલગ.

ભારત કે જ્યાં લોકો અંધશ્રદ્ધાળુ છે, શિસ્તનાં આગ્રહી નથી, ગંદકીનો જેને છોછ નથી, એવી પ્રજા ફક્ત ૪૫ દિવસમાં અનેક મુશ્કેલીઓ વેઠી ક્યાં ક્યાંથી પ્રયાગરાજ પહોંચી એ ઉત્સાહ, એ ભક્તિ, એ જોશોખરોશ કાબિલે દાદ છે. અરે! વિદેશીઓ સુદ્ધાં આવ્યાં હતાં અને ખુશ હતાં. વચ્ચે થોડાં લોકો ભાગદોડમાં અને રેલ્વે સ્ટેશન પર મૃત્યુ પામ્યાં, એ દુખદ હતું. આમ છતાં વિપક્ષો જેઓ વિધર્મી નથી જ તેમને બિચારાને બહુ જ તકલીફ થઈ. બીજું શું? પ્રયાગરાજની ૧૫-૧૭ લાખની જનતાને ભિન્ન ભિન્ન રીતે આર્થિક લાભ થયો, તે નફામાં. આ તો હવનમાં હાડકાં નાખવા જેવી વાત થઈ. આપણાથી સારાં કાર્યો પણ થઈ શકતાં હોય કે આપણો ધર્મ નહીં નિભાવી શકાતો હોય તો શાંતિથી બેસી જોતાં રહેવું.
બારડોલી          – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top