Entertainment

વેબ સિરીઝનો ‘વૈભવ’ પાછો આવ્યો

સની લિવ પર એક નવી વેબસિરીઝ શરૂ થઇ રહી છે. ‘નિર્મલ પાઠક કી ઘર વાપસી’ શહેરમાં ઘણા બધા વર્ષો રહેલો, શહેરમાં ભણેલો યુવાન વર્ષો પછી ગામમાં પાછો વળે અને જુએ તો વર્ષો પહેલાનું ગામ હજુ બહુ બદલાયું નથી. તે પોતાના મૂળ શોધવા આવ્યો છે પણ જુએ છે કે ગામને ઘણા પરિવર્તનની જરૂર છે. બસ, તેમાંથી જ સંઘર્ષ શરૂ થાય છે. આ વેબસિરીઝમાં નિર્મલ પાઠક બન્યો છે વૈભવ તત્વવાદી. અત્યાર સુધી ટી.વી.થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા વૈભવે આ ત્રણેક વર્ષમાં ‘ફોર્બિડન લવ’, ‘પ્રોજેકટ 9191’માં કામ કર્યું છે. વૈભવ મૂળ અમરાવતીમાં જન્મેલો છે અને શરૂમાં ટી.વી. પછી મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. 2015ની ‘હન્ટર’થી હિન્દી ફિલ્મોમાં છે પણ મરાઠીમાં તે કાયમ કામ કરે છે અને એટલે જ સંજય લીલા ભણશાલીને તેને ‘બાજીરાવ મસ્તાની’માં ચિમાજી અપ્યાની ભૂમિકા આપેલી. વૈભવ સારા પાત્રો ભજવવામાં માને છે એટલે જ પછી ‘લિપસ્ટિક અંડર માય બુરખા’માં પણ તેણે કામ કરેલું. ‘મણિકર્ણિકા : ધ કિવન ઓફ ઝાંસી’માં તે પૂરનસીંઘ હતો અને રેણુકા કાજોલ, તન્વી આઝમી, મિથિલા પારકર વચ્ચે રોબીન્દોની ભૂમિકા આપેલી.

તેણે હિન્દી ટી.વી. સિરીયલમાંથી વધુ મરાઠી ટી.વી. સિરીયલોમાં કામ કરવું પસંદ કર્યું છે. બાકી હિન્દી ફિલ્મો તો ‘સુરાજ્ય’, ‘બાજીરાવ મસ્તાની’, ‘કાન્હા’, ‘ત્રિભંગ’ જ કહી શકાય. પણ તેને નિર્મલ પાઠકની ભૂમિકા ગમી છે. એટલે વેબ સિરીઝમાં વાપસી કરી રહ્યો છે. તેણે મરાઠીમાં મકરંદ માનેના દિગ્દર્શનમાં ‘રિંગણ’ નામે ફિલ્મમાં કામ કરેલું જેને નેશનલ એવોર્ડ પણ મળેલો. હવે એ ફિલ્મ હિન્દીમાં બની રહી છે જેમાં અંજલી પાટિલ સાથે તે કામ કરી રહ્યો છે. વૈભવ અત્યારે મલ્લિકા શેરાવત સાથે ‘તુમ્હારી પ્યારી સવિતા’માં પણ કામ કરે છે. અત્યારે જો કે ‘નિર્મલ પાઠકી કી ઘર વાપસી’માં તે વધારે રોકાયેલો છે. રાહુલ પાંડે અને સતીશ નાયર દિગ્દર્શિત આ સિરીઝના પોતાના પાત્ર વિશે વૈભવ કહે છે કે દિલ્હીમાં તે લેખક તરીકે જાણીતો હોય છે ને 24 વર્ષ પછી ગામમાં જાય છે. તે ઓછું બોલનારો છે પણ ગામ તેને નવું ફરજભાન કરાવે છે. 27મી થી તે જોવા મળશે. તેમાં કોઇને ‘સ્વદેસ’ ફિલ્મ યાદ આવશે પણ તે ફિલ્મ હતી અને આ વેબ સિરીઝ છે.

Most Popular

To Top