Vadodara

દિકરીના મોતનો માતમ મનાવતા પરિવારને પણ તંત્રે ઉઠા ભણાવ્યા

વડોદરા: શહેરમાં પડેલા વરસાદને પગલે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે. જ્યાં જુવો ત્યાં ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે તેવામાં વડોદરા શહેરના નાગરિકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહેલો તેવામાં શહેરના જેતલપુરબ્રીજ નીછે આવેલા વિસ્તારમાં શનિવારે રાત્રે ઝાડા ઉલટીનો બનાવ બનવા પામ્યો હતો જેને કારણે 20 વર્ષે એક યુવતીનું મોત નીપજ્યું હતું. મોત નીપજતાની સાથે વિસ્તારમાં સન્નાટો ફેલાઈ ગયો હતો પરંતુ શનિવારથી આજ સવાર સુધી સુધી કોઈ પણ અધિકારીઓ સ્થળ પર કે મૃત્યુ પામેલ યુવતીના પરિવારને સાત્વના આપવા ગયું નહોતો.

જયારે આજ રોજ સવારે વિપક્ષી નેતાએ મુલાકાત લેતાની સાથે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર કેયુર રોકડીયા પણ સ્થળ પર દોડી ગયા જેને પગલે રહીશો દ્વારા પણ વિરોદ્ધ ઉઠવામાં આવ્યો હતો. જ્યાં નારાજ સ્થાનિકોએ મેયર અને કોર્પોરેશનનો હુંરિયો બોલાવી એટલી હદે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો કે તેમને સ્થળ છોડી દેવાની જતા રહેવું પડ્યું હતું. મેયરે દૂષિત પાણીની સમસ્યાનું યુદ્ધના ધોરણે કામગીરી માટે અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

શહેરના જેતલપુર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય ઉન્નતી અશ્વિનભાઈ સોલંકીને છેલ્લા બે ત્રણ દિવસથી તેને ઝાડા ઉલટી થતી હતી તેને પગલે પરિવારજનોએ દ્વારા સારવાર અર્થે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયારે તેને શનિવારે યુવતીની તબિયત વધુ લથડતા તેનું મોત નીપજવા પામ્યું હતું. જેતલપુર વિસ્તારના અન્ય બેથી વધુ લોકો પણ ઝાડા ઉલટીની સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ છે. જયારે મૃતક ઉન્નતી સોલંકીના પિતા પણ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મૃતકના પરિવારજનોને સાત્વના આપવા વિપક્ષના નેતા સહિતના હોદ્દેદારો આજે મૃતકના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના આપી હતી.

ભાજપના ચુંટાયેલ પાંખને ખબર પડી કે વિપક્ષના નેતા સહિતના હોદ્દેદારો મૃતકના ઘરે પરિવારને સાત્વના આપવા ગયા તેજ દરમિયાન મેયર કેયુર રોકડિયા, રીટા આચાર્ય, મીનાબા ચૌહાણ અને રાજેશ પ્રજાપતિ પણ મૃતકના ઘરે પરિવારને મળવા અને સ્થળના નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ સંદર્ભે સ્થાનિક રહીશ મેહુલ સોલંકીએ જણાવ્યું હતું કે , મેં અને અમારા વિસ્તારનાં મોટા ભાગના નાગરિકો દ્વારા કોર્પોરેશનમાં વારંવાર અમે લોકોએ જે અમારી પ્રાથમિક સુવિધાઓ છે.

તેમાં ફક્ત અમે પાલિકા પાસે પાણી ડ્રેનેજ રસ્તાની અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરીને થાકી ગયા પરંતુ અધિકારીઓ દ્વારા એક જ જવાબ આપવામાં આવતો હતો કે ફાઇલ પેન્ડિંગ હોવાનું જ્વાનતા હતા તેમને ફાઈલ પેન્ડીગમાં અમારા વિસ્તારની દીકરીના મોત નીપજવા પામ્યું છે. જયારે હવે આ મોત માટે કોણ જવાબદાર તેની પણ હવે કોઈ જવાબદારી લેવા કોઈ અધિકારી કે ચુંટાયેલી પાંખ તૈયાર નથી.

બીજા એક સ્થાનિક મહિલા રૂપલબેને વધુમાં જણાવ્યું હતું કે, અમારા વિસ્તારનાં મોટા ભાગના રહીશોને પીવાનું પાણી ખરીદીને પીવું પડે છે. મૃતક દીકરીની માતા ઘરે ન હોવાથી દીકરી દૂષિત પાણી પીવાથી મોતને ભેટી છે. જેથી હવે અમને તથા અમારા બાળકો માટે પણ જીવનું જોખમ પીવાના પાણી માટે સતાવી રહ્યું છે. અમે પણ અગાઉ અનેક ફરિયાદ વોર્ડ ઓફિસમાં અને કોર્પોરેટર ને કરી હતી પરંતુ આજ દિન સુધી વોર્ડ ઓફીસના કોઈ અધિકારી કે કોર્પોરેટર જેતલપુર વિસ્તારની મુલાકાતે આવતા નથી. વધું તો આ વિસ્તાર પ્રથમ નાગરિક એવા મેયર કેયુર રોકડીયાનો છે પરંતુ આ જ વિસ્તારની આવી હાલત છે તો વડોદરા શહેરના બાકીના વિસ્તારની શું હાલત હશે તે એક પ્રશ્ન નાગરિકોને સતાવી રહ્યો છે.

Most Popular

To Top