Vadodara

ઈમારતોની ઘડિયાળોના કાંટા થંભી ગયા

વડોદરા : શહેરમાં સર સયાજીરાવ ગાયકવાડ સ્ટેટનવા સમયે વિવિધ ટાવરો અને ન્યાય મંદિર જૂની કોર્ટ પર ઐતિહાસિક ઘડિયાળો લગાવવામાં આવી હતી.જેની યોગ્ય સાર સંભાળ નહીં થતા છેલ્લા પાંચ દિવસથી ઘડિયાળો બંધ હાલતમાં હોય શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગાયકવાડી સ્ટેટ સમયે ગાયકવાડે શહેરમાં રાવપુરા ચીમનાબાઈ ટાવર એમએસ યુનિવર્સિટીની સામેના ટાવર અને ન્યાય મંદિર કોર્ટની ઉપર વિશાળ ઘડિયાળો લગાવી હતી જેનો ઉદ્દેશ માત્ર તે સમયે એટલો હતો કે કોઈપણ ગરીબ અથવા તો ઘડિયાળ ના પહેરી હોય તેવા વ્યક્તિ ગમે તેટલા દૂર ઊભા હોય તો પણ સમય જોઈ શકે. પરંતુ આ ઘડિયાળની જાળવણી માટે કોર્પોરેશન એ આપેલા કોન્ટ્રાક્ટમાં ઇજારદારનો કોન્ટ્રાક્ટ પણ માર્ચ મહિનામાં પૂરો થઈ ગયો હોય ત્યારબાદ યોગ્ય જાળવણી થઈ ન હતી.

જેને પગલે છેલ્લા પાંચ દિવસ ઉપરાંતથી આ તમામ ઘડિયાળો બંધ હાલતમાં હોય વાસ્તુશાસ્ત્ર મુજબ પણ ઘડિયાળો બંધ હાલતમાં હોય તે અશુભ ગણાય અને ગતિ અવરોધ આપી હોય તેવું કહી શકાય.ત્યારે સત્વરે ઘડિયાળો પુનઃ શરૂ કરવામાં આવે અને તેની યોગ્ય જાળવણી કરવામાં નિષ્ફળ મેળવેલા સત્તાધ્ધિશો જાગૃત અવસ્થામાં આવે તેવી સામાજિક કાર્યકરે માંગ કરી હતી.
ઘડિયાળો તાત્કાલિક શરૂ કરવા આપી સુચના છે
હાલમાં આ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે પરંતુ ઇજાર્દાને તેમ જ અધિકારીને સુચના આપવામાં આવી છે કે તાત્કાલિક બંધ તમામ ઘડિયાળોને ચાલુ કરવામાં આવે : – ડો.હિતેન્દ્ર પટેલ અધ્યક્ષ, સ્થાયી સમિતિ

Most Popular

To Top