Gujarat

સુરત જિલ્લામાં કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત પાંચ વર્ષમાં 10 કરોડની સહાય ચૂકવાઇ

ગાંધીનગર : સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા કુંવરબાઈનુ મામેરું યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે થતાં ખર્ચમાં મદદરૂપ થવા માટે રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવે છે. સુરત (Surat) જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ૧૦,૦૧૦ અનુસુચિત જાતિની દીકરીઓને ૧૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે, તેવું વિધાનસભામાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, જુનાગઢ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં અનુસૂચિત જાતિની ૮૨૧ અરજીઓ મળી છે જે પૈકી ૮૦૬ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં રૂ. ૯,૩૩,૬૫૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ૩,૧૦૬ લાભાર્થીઓને ૩ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં વિકસતી જાતિની કન્યાઓની ૧૪૫૪ અરજીઓ મળી હતી જેમાંથી દરેકે દરેક અરજીનો નિકાલ કરી રૂ. ૧૬૮.૨૮ લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ ૧૯૯૫માં રૂ. ૫૦૦૦ની સહાય ચુકવવામાં આવતી હતી જેની રકમ ૨૦૧૨માં વધારી રૂ. ૧૦,૦૦૦ કરવામાં આવી અને રાજ્યની અનુસુચિત જાતિની દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ૨૦૨૧માં રકમ વધારી ૧૨ હજાર કરવામાં આવી છે.

Most Popular

To Top