SURAT

હવે આ પ્રમાણપત્ર વગર સુરત જિલ્લાની સરકારી કચેરીઓમાં પ્રવેશ મળશે નહીં

સુરત: (Surat) રાજ્યમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગો, રાજયની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ (Government-Semi-Government Offices), બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોવાની અને તેના પ્રમાણપત્રના (Certificate) આધારે ખાતરી કર્યા બાદ જ કચેરીમાં પ્રવેશ અપાય તે અંગે તાજેતરમાં સૂચના આપવામાં આવી હતી.

  • સુરત શહેર-જિલ્લાની સરકારી કચેરીઓમાં કોરોના રસીના બે ડોઝ લેનાર વ્યક્તિ જ પ્રવેશ કરી શકશે
  • જિલ્લા કલેકટર-મામલતદાર સહિતની સરકારી કચેરીઓમાં અમલ શરૂ કરી દેવામાં આવ્યો

જેના અનુસંધાને સુરત શહેર-જિલ્લાની સરકારી કચેરીઓમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનાર મુલાકાતી જ પ્રવેશ મેળવે તે હિતાવહ છે. જિલ્લા કલેકટર-મામલતદાર સહિતની સરકારી કચેરીઓમાં ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા નાગરિકોએ પ્રવેશ કરવા અને રસી ન લીધી હોય તેવા અન્ય નાગરિકોએ બિનજરૂરી રીતે સરકારી કચેરીઓમાં પ્રવેશ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સુરક્ષા કવચ એપમાં માહિતી અપલોડ કરવામાં હજુ પોણી બસ્સો સ્કૂલ લાપરવાહ

સુરત: કોરોનાને લઇને રાજય સરકારે બનાવેલી સુરક્ષા કવચ એપમાં માહિતી અપલોડ કરવામાં હજી પણ પોણા બસ્સો સ્કૂલ્સ અખાડા કરી રહી છે. સુરત શહેર અને જિલ્લામાં ફરી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે. આજે સુરત શહેરમાં છસ્સો ઉપરાંત કેસ આવી ગયા છે. જેને લઇને સરકારી તંત્ર હરકતમાં આવી ગયું છે. ઓનલાઇન એજયુકેશન અને ઓફલાઇન એજયુકેશન માટે રાજયભરમાં વિકલ્પ સાથે સ્કૂલ્સ રિ-ઓપન કરાઇ હતી. પરંતુ આ માટે સરકારે સુરક્ષા કવચ એપમાં રોજેરોજ વિગતો અપલોડ કરવા સૂચના આપી હતી. આ સૂચનાનું સુરત શહેર અને જિલ્લાની આશરે 1300 સ્કૂલ્સએ ફરજીયાત પાલન કરવાનું હતું પરંતુ તેમ છતાં હજી પણ કેટલીક સ્કૂલ્સ ડીઇઓને ગાંઠતી નથી. ગયા સપ્તાહે આવી 300 સ્કૂલ્સ મેનેજમેન્ટ ઉપર ડીઇઓ નારાજ થયા હતા અને ત્રણ દિવસમાં લેખિત ખુલાસા મંગાવ્યા હતા. ડીઇઓના ફરમાન પછી પણ આજે પોણા બસ્સો સ્કૂલ્સ પોતાની મનમાની ચલાવતી દેખાઇ છે. આવી સ્કૂલ્સ સામે ડીઇઓએ આાગમી દિવોસમાં કડક પગલા ભરવા તૈયારી કરી છે. આગામી દિવસોમાં આવી ચારેક સ્કૂલ્સ વેતરાઇ જાય તેવા વાવડ મળી રહ્યા છે.

Most Popular

To Top