Trending

મશહૂર હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ મહિલાના વાળમાં થૂંક્યો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો

મુઝ્ઝફરનગર : દેશના મશહૂર હેર સ્ટાઈલિસ્ટ (Hair stylist) જાવેદ હબીબનો (Javed Habib) એક વીડિયો હાલમાં ચર્ચામાં છે. હેર સ્ટાઈલની ટ્રેનિંગ દરમિયાન જાવેદ હબીબ એક મહિલાના માથા (Woman’s head) પર થૂંકતા (Spitting) નજરે પડે છે. આ સાથે હબીબ એવું પણ કહેતાં સાંભળવા મળે છે કે ‘આ થૂંકમાં દમ છે.’

ઉત્તરપ્રદેશના મુઝ્ઝફરનગર જનપદમાં હાઈવે ખાતે આવેલી એક હોટલમાં હેર કટિંગનો ટ્રેનિંગ સેમિનાર આયોજિત કરાયો હતો. આ સેમિનારમાં જાવેદ હબીબ એક બ્યૂટીશયનને વાળની સંભાળ રાખવાની તાલીમ આપતા ડેમોસ્ટ્રેશન આપી રહ્યાં છે. દરમિયાન હબીબે એક મહિલાને મંચ પર બોલાવી હતી અને મહિલાના વાળ ડ્રાઈ હોવાના લીધે તેના વાળ પર થૂંક દીધું હતું. જાવેદ હબીબની આ હરકતનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સંદર્ભે અલગ અલગ ચર્ચા થઈ રહી છે.

વર્કશોપમાં જાવેદ હબીબે મહિલાના વાળ પર થૂંકતી વેળા તેના થૂંકની ખાસિયત બતાવ હતી. તેઓ એવું કહેતાં પણ સાંભળવા મળ્યા હતા કે આ થૂંકમાં દમ છે. તે એમ પણ કહે છે કે વાળગંદા છે. કારણ કે શેમ્પૂ કર્યું નથી. ત્યાર બાદ મહિલાના વાળમાં કાંસકો ફેરવતા વર્કશોપમાં સામેલ અન્ય મહિલા અને પુરુષોને પૂછે છે કે જો વાળમાં પાણી ઓછું હોય તો.. અને ત્યાર પછી મહિલાના વાળમાં થૂંકતા નજરે પડે છે.
આ આખીય હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે મહિલાના વાળમાં જાવેદ થૂંકે છે તે બડૌતમાં રહે છે. મહિલાએ વર્કશોપમાં ભાગ લીધો હતો. વીડિયો 3 જાન્યુઆરીનો હોવાનું જાણવા મળ્યું છે.

જે મહિલાના વાળમાં જાવેદ હબીબ થૂંક્યો હતો તેને આ વીડિયો સોશિલ મીડિયામાં શેર કર્યો હતો અને કહ્યું હતું કે, ગલીના નાકે બેસતા વાળંદ પાસે વાળ કપાવી લઈશ, પરંતુ હવે ક્યારેય જાવેદ હબીબ પાસે વાળ કપાવવા નહીં જાઉં.

મહિલાનું નામ પૂજા ગુપ્તા છે. તે કહે છે કે મારું બ્યૂટી પાર્લર છે અને હું હબીબનો સેમિનાર એટેન્ડ કરવા ગઈ હતી. મારી સાથે તેણે જે મિસબિહેવ કર્યું હતું ચલાવી લેવાય તેમ નથી. પૂજાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યા બાદ તે વીડિયો વાયરલ થયો છે અને લોકો હબીબની ઝાટકણી કાઢી રહ્યાં છે.

સોશિયલ મીડિયા યુઝર્સ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા અને ઘણા લોકોએ તેનો બહિષ્કાર કર્યો છે. ટ્વીટર પર વીડિયોને @pb3060 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે હબીબના દેશભરમાં સલૂન ચાલી રહ્યાં છે. હબીબ અનેકોવાર તેમના સલૂન પર ટ્રેનિંગ અર્થે જાય છે. જાવેદ હબીબે લંડનના મૌરિસ સ્કૂલ ઓફ હેર ડ્રેસિંગ અને લંડન સ્કૂલ ઓફ ફેશનમાંથી આર્ટ એન્ડ સાયન્સ ઓફ હેર સ્ટાઈલિંગ એન્ડ ગ્રૂમિંગમાં ડિપ્લોમાં કર્યું છે.

Most Popular

To Top