SURAT

લોકો પાસેથી બાંધકામ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા ખંખેરી છૂ થનારા સુરતના મોદીબંધુની દસ વર્ષ પછી ધરપકડ

સુરત: (Surat) દસ વર્ષ અગાઉ બાંધકામ પ્રોજેક્ટમાં (Construction Project) મકાન આપવાના નામે 45 લોકો સાથે છેતરપિંડી (Cheating) કરનારા નાનપુરાના મોદીબંધુઓએ ગુરુવારે કોર્ટમાં (Court) સરંડર કરતાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા નવ દિવસનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં. આરોપી અશોક અને સંજય મોદીએ વર્ષ-2011માં નિવૃત્ત શિક્ષિકા વિદ્યા ખંભાતાએ છેતરપિંડીની નોંધાવેલી ફરિયાદ બાદ ચીટર મોદીબંધુઓ પોલીસથી (Police) બચતા હતા. આજથી 14 વર્ષ પહેલાં પાલ ભાઠામાં શિવશક્તિ શારદા રેસિડન્સીના પ્રોજેક્ટમાં નિવૃત્ત શિક્ષિકા ઉપરાંત અન્ય 45 લોકો પાસેથી 2.75 કરોડ જેટલી રકમ મેળવી ગુનાહિત ઠગાઇ કરવામાં આવી હતી. આરોપીઓએ ચીફ મેજિસ્ટ્રેટ જ્યુડિશિયલ કસ્ટડીમાં શરણાગતિ સ્વીકારી હતી. તેની સામે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માંગવામાં આવ્યાં હતાં.

લકઝરી બસમાં બોલાઈ ગયું, ‘થેલામાં છ લાખ રૂપિયા છે’ને ચીટરોએ હાથ માર્યો

ભાવનગર ખાતે કાત્રોડી ગામમાં રહેતા 38 વર્ષીય જગદીશસિંહ બાબુભા સરવૈયા ખેતી કામ કરે છે. તેમણે પુણા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ ઉર્ફે કાનો લાલજીભાઈ વાઘેલા (રહે. ગામ-ગાધકડા, તા-સાવરકુંડલા, જી-અમરેલી) તથા રોહિત મુકેશભાઈ ખસીયા (રહે. ઘરનં-૧૦૭,સત્યનારાયણ સોસાયટી કાપોદ્રા)ની સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જગદીશસિંહ અગાઉ ટ્રાવેલ્સમાં ડ્રાઈવીંગ કામ કરતા હતા. ત્યારે તેમની ઓળખાણ લાલાભાઈ રબારી સાથે થઈ હતી. ફરી વીસેક દિવસ પહેલા લાલા રબારી સાથે મુલાકાત થઈ હતી. લાલાભાઈએ પાર્ટનરશીપમાં સેકન્ડમાં લક્ઝરી બસ ખરીદી સુરતથી સાવરકુંડલા રૂટ પર ચલાવવાની ઓફર કરી હતી. જેથી તેઓ બસની શોધમાં હતા.

લાલાભાઈએ વાપીમાં બે બસ સેકન઼્ડમાં મળતી હોવાનું જણાવ્યું હતું. બંને બસ 43 લાખમાં ખરીદવાનું નક્કી થયું હતું. તેના બાના પેટે 10 લાખ આપવાનું નક્કી થયું હતું. 28 સપ્ટેમ્બરે રાત્રે જગદીશસિંહ 6 લાખ રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં મુકી તે કપડાના થેલામાં રાખી પોતાના પાર્ટનર લાલાભાઈ ભવાનભાઈ રબારી તથા તેમના મિત્ર કિરીટભાઈ પ્રજાપતિ સાથે ભવાની ટ્રાવેલ્સની લકઝરીમાં બેસી સુરત આવવા નીકળ્યા હતા. તે સમયે બસમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેસી તમામ સાથે મળી “નવી બે લકઝરી બસ ખરીદવા માટે રોકડા રૂપિયા થેલામાં લઈને જઈએ છીએ.”તેવી વાતચીત કરી હતી. જગદિશસિંહ બસના સોફા નં 13, 14માં થેલાઓ લઈને બેસેલા હતા. 29 તારીખે સુરતમાં રેશ્મા રો-હાઉસની બાજુમાં આવેલા રામદેવ પાર્કિંગમાં બસ પાર્કિંગમાં હતી અને જગદીશસિંહ બસની નીચે ઉતર્યા હતા ત્યારે બંને આરોપીઓએ થેલામાંથી રોકડા 6 લાખ રૂપિયા ચોરી લીધા હતા. પુણા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

બસમાંથી થેલી બહાર ફેંકી બાઈક પર જતાં સીસીટીવીમાં કેદ થયા
રૂપિયા જે પ્લાસ્ટિકથી સફેદ કલરની થેલીમાં હતા તે થેલી બસની બહાર નીચે ફેંકી હતી, ત્યારે આ થેલી કંડક્ટર અલ્પેશ ઉર્ફે કાનો લાલજીભાઈ વાઘેલા અને તેનો મિત્ર રોહિત મુકેશભાઈ ખસીયા મોટર સાયકલ ઉપર સ્પીડથી હંકારી ભાગતા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયા હતા.

Most Popular

To Top