સુરત (Surat): વેસુ (Vesu) વીઆઈપી રોડ પર જીમમાંથી (Gym) નીચે ઉતરી રહેલી યુવતીની પાંડેસરાના (Pandesara) ત્રણ યુવકોએ છેડતી (Teasing) કરી હતી. યુવતી સાથે તેનો જીમ ટ્રેનર (Trainer) મિત્ર પણ સાથે હોવાથી તેણે આ ત્રણેયને ટોકવા જતા તેઓએ ટ્રેનર પર વળતો હુમલો કરી માર માર્યો હતો. વેસુ પોલીસે આ અંગે ફરિયાદ (Complain) દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ (Arrest) કરી છે.
અલથાણ (Althan) ભીમરાડ (Bhimrad) કેનાલ રોડ પર આશીર્વાદ એન્કલેવમાં રહેતો 34 વર્ષીય ધવલ સુરેશ બારીયા, વેસુ વીઆઈપી રોડ પર વ્હાઇટ હાઉસ કોમ્પ્લેક્સ પાસે જીમમાં ટ્રેનર છે. તેમણે રવિવારે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રવિવારે રાત્રે તે અને તેની મિત્ર યુવતી જિમમાં વર્કઆઉટ (WorkOut) કરી ઘરે પરત જવા માટે નીચે ઉતર્યા હતા.
આ દરમિયાન બાજુમાં જય ખોડિયાર રેસ્ટોરન્ટ નીચે ત્રણ યુવકો બેઠા હતા. ત્રણ પૈકી એક યુવકે જિમ ટ્રેનર યુવકની સાથેની મિત્ર યુવતીની બીભત્સ ઈશારા કરી છેડતી કરી હતી. જીમ ટ્રેનર યુવકે મસ્તી કરવાની ના પાડતા ત્રણેય યુવકો ઉશ્કેરાયા હતા.
આ ત્રણેયે જીમ ટ્રેનરને ગાળો આપી માર માર્યો હતો અને બાજુમાં પડેલા પથ્થર ઊંચકી જીમ ટ્રેનરને માથાના ભાગે તથા બંને હાથ ઉપર અને મોઢાના ભાગે મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વેસુ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
વેસુ પોલીસે આરોપીઓ કમલેશ અશોકકુમાર સેન (ઉ.વ.૨૬) અને સાગર અશોકકુમાર સેન (ઉ.વ.૨૧) (બંને રહે- જલારામ નગર પાંડેસરા તથા મુળ રાયપુરા, ભીલવાડા, રાજસ્થાન) અને દીપક ભગવતીપ્રસાદ કેસરવાણી (ઉ.વ.૧૯, રહે- લક્ષ્મીનગર બમરોલી રોડ પાંડેસરા તથા મુળ જિ-અલ્હાબાદ, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી જેલમાં ધકેલી આપ્યા છે. ત્રણેય આરોપી ત્યાંની હોટલમાં જમવા માટે આવ્યા હતાં, ત્યારે આ યુવતી દાદર ઉતરીને નીચે આવતા તેની છેડતી કરી હતી.