Vadodara

વિદ્યાર્થીનું અપહરણ કરી કેનાલમાં ફેંકી દેવાની વાતની તપાસ કરતી પોલીસને મળી ચોંકાવનારી વિગત

પાદરા: પાદરામાં આવેલી જાણીતી હાઇસ્કૂલના કિશોર વિદ્યાર્થીનું બે વ્યક્તિઓ મોટર સાઇકલ ઉપર અપહરણ કરી જઇ કેનાલમાં ફેંકી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ પરિવારે કરતા સનસનાટી મચી ગઇ હતી. કેનાલમાં ફેંકી દેવાયેલા વિદ્યાર્થીએ બચાવો..બચાવો..ની ચિસો પાડતા નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂત આવી પહોંચ્યા હતા અને દોરડું નાંખી બચાવી લીધો હતો. આ બનાવ સંદર્ભે કિશોરે અને કેફિયત પોલીસ સમક્ષ રજૂ કરી પોલીસ ને ગેર માર્ગે દોરી હતી અને અંતે વોલેટિલિટી ડ્રામા બાદ સત્ય પ્રકાશ માં આવ્યું હતું.

આ બનાવ અંગે પાદરા પોલીસ પી.આઇ. કે.જે.ઝાલા ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. અંતે ચોરી કર્યા ની કબૂલાત કરી તે છુપવવા માટે ડ્રામા કર્યાની કબૂલાત વિદ્યાર્થીએ કરી હતી. મળેલી માહિતી પ્રમાણે પાદરા નગરમાં આવેલી જાણીતી હાઇસ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બે વ્યક્તિઓ મોટર સાઇકલ ઉપર અપહરણ કરીને નગરના છેવાડે પાતળીયા હનુમાન મંદિર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવેલા વિદ્યાર્થીઓએ બચવા માટે ચિસો પાડી હતી.

ડૂબી રહેલા વિદ્યાર્થીની ચિસો સાંભળી કેનાલ પાસે ખેતરમાં કામ કરતો એક ખેડૂત આવી પહોંચ્યો હતો. અને નર્મદાના વહેતા પાણીમાં ડૂબી રહેલા વિદ્યાર્થીને દોરડું નાંખી બચાવી લીધો હતો. દરમિયાન આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા. તે સાથે વિદ્યાર્થીના મિત્રો અને ફળિયામાં રેહતા લોકો પણ કેનાલ ખાતે દોડી આવ્યા હતા. તે સાથે પાદરા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. પરિવારે પોલીસને રજૂઆત કરી હતી કે, મારા દીકરાને બે વ્યક્તિઓ મોટર સાઇકલ ઉપર અપહરણ કરીને કેનાલ ખાતે લઇ ગયા હતા. અને તેને કેનાલમાં ધક્કો મારી હત્યાનો પ્રયાસ કર્યો છે. સદભાગ્યે તે બચી ગયો છે. પરંતુ, આરોપીઓને શોધી કાઢી કડક કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ પરિવાર જનોએ કરી હતી.

મળેલી માહિતી પ્રમાણે પાદરા પોલીસ મથકના પી.આઇ. કે. જે. ઝાલાએ કેનાલમાં ધક્કો મારીને ફેંકી દેવાયેલા યુવાન, આ બનાવ સંદર્ભમાં અનેક પ્રકારની જૂઠી કેફિયત રજૂ કરતા પોલીસે તપાસ આદરી હતી. કલાકો સુધી પોલીસે ધનિષ્ઠ પૂછ પરછ હાથ ધરી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કિશોર વિદ્યાર્થીએ અલગ અલગ જાતની જુઠ્ઠી કેફિયતઑ રજૂ કરી ગેરમાર્ગે કલાકો સુધી દોડાવ્યા હતા પરંતુ આખરે પોલીસના ચક્કરમાં વિદ્યાર્થી ઢળી પડ્યો હતો અને મામાના દીકરાના ઘરે ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.

જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓએ પોલીસને જણાવેલ કે હું સ્કૂલે થી રીશેષના સમયે બહાર નીકળ્યો હતો તે દરમિયાન મને બે ઈસમો બાઇક ઉપર લઈ જઈ પાતળીયા હનુમાન રોડ પર આવેલ કેનાલમાં નાખી દીધો હતો પરંતુ સ્થાનિક રહીશ હોય દોરડાથી ની મદદથી મને બહાર કાઢવામાં મદદ કરી બચાવી લેવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે તેની પણ તપાસ કરતા વિદ્યાર્થીની જણાવેલ વાતમાં સચ્ચાઈ ન જણાઈ આવતા પોલીસે વધુ તપાસ કરતા અન્ય બે વિદ્યાર્થી મિત્રોના નામ બહાર આવ્યા હતા. તેમને પણ પાદરા પોલીસ મથકે લાવીને પૂછપરછ કરી હતી.

ત્યારે પોલીસ સમક્ષ બીજી કેફિયત દરમિયાન કિશોર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મને એક છોકરી સાથે પ્રેમ છે અને તેને બીજો પણ પ્રેમ કરતો હોય જેને મને કેનાલમાં લઈ જઈને નાખી દીધેલ હોવાની પણ રજૂઆત વિદ્યાર્થી કિશોરે કરી હતી ત્યારબાદ વિદ્યાર્થી દ્વારા જણાવેલ ના આધારે પોલીસે તે દિશામાં તપાસ કરતા તેમાં પણ સચ્ચાઈ ન જણાવી આવતા પોલીસે વિદ્યાર્થીને ફરી પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મારા મમ્મી પપ્પા ઘરમાં ખૂબ જ ઝઘડો કરે છે એટલે મેં જાતે કેનાલમાં ભુસકો માર્યો પરંતુ મને બચાવી લેવામાં આવેલ હતો.

ત્યારબાદ અન્ય પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીએ જણાવેલ કે ક્રિકેટ મેચના સટ્ટામાં મેં શરત મારી હતી જેમાં મારે 1000 રૂપિયા આપવાના હતા તે પૈસા આપવાના હોવાના કારણે મેં કેનાલમાં જાતે ભુસકો મારી આપઘાત કરવાની કોશિશ કરેલ અને ત્યારબાદ પોલીસે તેની પણ સઘનપુચ્છ કરતા તપાસ કરતા કબૂલ્યું હતું કે અગાઉ મેં મારા મામા ના દીકરા ને ત્યાં ચોરી કરી હતી જે સંદર્ભે પોલીસ તપાસ માટે આવતી હતી જે ચોરી પકડાઈ જવાના બીકે અને ચોરી છુપાવવાના ઇરાદે મેં આ કાવતરું રચ્યું હતું.
કેનાલમાં છાતીસમા પાણી જોતાં ઉતર્યો હતો
પોલીસને ગેરમાર્ગે દોરી કેનાલમાં એકલો પડવા ગયો હતો ધીમે ધીમે કેનાલમાં ઉતર્યો હતો. ડુબાવએ જેટલું પાણી ના હોય છાતી સમા પાણીમાં કિશોર કેનાલમાં ઉતર્યો હતો અને ત્યારબાદ સ્થાનિકોએ જોતા દોરડા વડે બહાર કાઢી લીધો હતો.
મિત્રો સાથે મોજ કરવા મામાના ઘરે ચોરી કરી
ત્યારે અન્ય બે મદદગારી કરનાર મિત્રો ને જણાવેલ કે મામાના ઘરે પૈસા પડ્યા છે તે પૈસા આપણે લઈ લઈએ અને મોજ કરીશું ત્યારબાદ વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યો 600 રૂપિયા ના મોજ સોખ સાથે સમોસા સહિતની અન્ય વસ્તુઓ નો વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યો.

Most Popular

To Top