રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં (Statue of Unity) શુક્રવારે બપોરના સમયે અચાનક મોટી સંખ્યામાં અહીં ફરજ બજાવતા કામદારો (Workar) ભેગા થઇ હમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા. અને તેઓ ધરણાં (Dharna) પર બેસી ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરની અંદર અલગ અલગ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ (Employee) પોતાના વેતન વધારાની માંગ ઘણા સમયથી કરી રહ્યા છે. પરંતુ તે માંગ પૂરી ન થતાં તેઓ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શુક્રવારે બપોરના સમયગાળા દરમિયાન ધરણાં પર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
કર્મચારીઓ મોટી સંખ્યામાં ભેગા થઇ જતાં તંત્રમાં દોડધામ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર કોન્ટ્રાક્ટ કંપનીમાં કામ કરતાં સ્થાનિક કર્મચારીઓ પોતાના વેતનમાં વધારાને લઈને શુક્રવારે હડતાળ પર ઊતરી ગયા હતા. કર્મચારીઓ વેતન વધારાની માંગ સાથે હડતાળ પર ઊતર્યા બાદ તંત્રને જાણ થતાં કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા તેઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓની માંગણીઓ બાબતે તેમને સાંત્વન આપવામાં આવ્યું હતું.
પગારવધારાની કામગીરીને લઇને હડતાળ પર ઊતરી ગયા હતા
પરંતુ અચાનક જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની અંદર જ પગારવધારાની માંગ કરતાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ભેગા થઇ જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એકતરફ હાલમાં કેવડિયા ખાતે દેશના વન પર્યાવરણ વિભાગના મંત્રીઓની રાષ્ટ્રીય કોન્ફરન્સ ચાલે છે તેવામાં જ કર્મચારીઓ પોતાના પગારવધારાની કામગીરીને લઇને હડતાળ પર ઊતરી ગયા હતા.