SURAT

સ્પાઇસ જેટ સમર શિડ્યુલની સુરતની તમામ ફ્લાઇટ સસ્પેન્ડ કરે તેવી સંભાવના

surat : સુરત સહિત દેશના મહાનગરોમાં કોરોનાનું ( corona) સંક્રમણ ઘટ્યા બાદ એરકનેક્ટિવીટી પૂર્વવત્ત થઈ રહી છે ત્યારે ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટ ( spice jet airlines) દ્વારા એરક્રાફ્ટની અછતનો મામલો ઉભો કરી સુરત એરપોર્ટથી ( surat airport) સમર શિડ્યુલમાં તેની તમામ ફ્લાઈટ્સ રદ કરવાની શક્યતા વ્યક્ત કરી છે.

સુત્રોના જણાવ્યા મુજબ સ્પાઈસ જેટ સુરતથી હાલ સમર શિડ્યૂલ સસ્પેન્ડ કરી શકે છે. કારણ કે સ્પાઈઝ જેટ એરલાઇન્સ દ્વારા જેટ એરવેઝ પાસેથી લિઝ પર જે એર ક્રાફટ લેવામાં આવ્યા હતા તે એરક્રાફટની લિઝ પૂરી થતાં જેટ એરવેઝ દ્વારા તે પરત લઇ લેવામાં આવી રહ્યાં છે. તેવી સ્થિતિમાં એરલાઇન્સ મેટ્રોસિટીની એરકનેક્ટિવિટીને પ્રાધાન્ય આપવા જઇ રહી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગૃપ દ્વારા સપાઈસ જેટના ઉચ્ચ અધિકારીઓ ફ્લાઈટ ઓપરેશન રાબેતા મુજબ ચાલુ રાખવા વિનંતી કરવામાં આવી છે. એર ક્રાફટ ઘટની સમસ્યા હોય તો હાલ દિલ્હી, કોલકાતા જેવા મુખ્ય શહેરો સાથે કનેક્ટિવિટી ચાલુ રાખી સ્લોલી બીજા શહેરો સાથે કનેક્ટિવિટી જોડવા વિનંતી કરવામાં આવી છે.

ગ્રુપના અગ્રણી સંજય જૈને જણાવ્યુ હતું કે એરલાઇન્સ 31 જુલાઇ સુધી તેના એર ઓપરેશન સુરતથી સ્થગિત કર્યુ છે. અને તેને આગળ લંબાવવા માંગે છે તેવી માહિતી મળતા એરલાઇન્સના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. એરલાઇન્સ દ્વારા આ મામલે યોગ્ય કરવા માટે પણ ખાતરી કરવામાં આવી છે. સ્પાઈસ જેટ સુરતથી હેદરાબાદ, ગોવા, દિલ્હી, કોલકાતા, જયપુર, જેસલમેર શહેર સાથે કોરોના પહેલાં એરકનેક્ટિવીટી આપતું હતું. માર્ચ ૨૦૨૦ કોરોના કાળ શરૂ થતા ધીરે ધીરે તબક્કાવાર તેમણે તેમના ઓપરેશન સુરતથી બંધ કરી દીધા હતા. હાલ સ્પાઈસ જેટે ૩૧ જુલાઈ સુધી સુરત થી ઓપરેશન સસપેન્ડ કર્યું છે પરંતુ આ સસ્પેન્શન આખા સમર શિડ્યુલ સુધી રહે તેવી શક્યતા છે.


મુંબઇમાં ભારે વરસાદને લીધે ઇન્ડિગોની ઉદયપુર-મુંબઇની ફ્લાઇટ સુરત ડાયવર્ટ કરાઇ

મુંબઇમાં એરપોર્ટ નજીકમાં ભારે વરસાદને લીધે વિઝિબિલિટી ઓછી થતા ઇન્ડિગો એરલાઇન્સની ઉદયપુર-મુંબઇની ફ્લાઇટની ઇમરજન્સી મેસેજ આપી સુરત એરપોર્ટ ડાઇવર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉદયપુરથી ઉપડેલી આ ફ્લાઇટ બપોરે સુરત એરપોર્ટ લેન્ડ થઇ અડધા કલાકના વિરામ પછી સુરતથી મુંબઇ જવા રવાના થઇ હતી

Most Popular

To Top