Charchapatra

 ‘રોડ શૉ’થી વિકાસ શૉ નહીં થાય

આપણી વહાલ-સોઈ માતૃભૂમિમાં અનેક લોકોની લાગણી અવારનવાર દુભાયા કરે છે. આ માટે બેજવાબદાર, મૂર્ખાઈ ભરેલા નિવેદનોનો ફાળો જવાબદાર ગણાય. વારંવાર દુભાઈ જતી લાગણીવાળાને પૂછવાનું મન થાય છે, કે તેઓ અવારનવાર જ્યારે જ્યારે ફરજ પાલન નથી કરતા, ભ્રષ્ટાચારનું આચરણ છડેચોક કરતાં રહે છે તેમજ બીજા અનેક જાતના દુરાચારો કરતાં હોય છે ત્યારે તેઓની લાગણી દુભાતી નથી? કોરોના-કાળ પછી લાખો, કરોડો બદતર જિંદગી જીવી રહ્યાં છે. દેશમાં ગરીબી, બેકારી, આસમાનને આંબતી મોંઘવારી (સો રૂપિયાનું પત્તુ જાણે એક રૂપિયાનું થઈ ગયું છે!) દેશમાં સેંકડોં પ્રશ્નો ઘુમરાઈ રહ્યાં છે અને નેતાઓ છાશવારે 10-15 કરોડના રોડ-શૉ કરી રહ્યાં છે. તે શરમની વાત કહેવાય. આવાં કૃત્ય માટે કોઈની લાગણી કેમ દુભાતી નથી? આર્થિક પાયમાલી કરનારા રોડ-શૉ કરવાથી દેશના સળગતા પ્રશ્નો હલ થવાના નથી.
પાલ-ભાઠા         – રમેશ મોદી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top