Gujarat

ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ ગુરૂવારે જાહેર થશે, શિક્ષણમંત્રીએ કર્યું ટ્વીટ

ગાંધીનગર: રાજ્યમાં માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું (Science) પરિણામ (Result) આવતી કાલે ગુરૂવારે જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે 10 વાગ્યે વેબસાઈટ (Website) પર પ્રસિદ્ધ કરવામાં આવશે રાજ્યના શિક્ષણમંત્રી (Education Minister) જીતુ વાઘાણીએ (Jitu Vaghani) ટ્વીટ કરીને જાણકારી આપી હતી. બોર્ડનું પરિણામ વેબસાઈટ result.gseb.org પર જોઇ શકાશે.

  • રાજ્યમાં યોજાયેલી ધોરણ 12 સાયન્સ બોર્ડનું પરિણામ આવતીકાલે આવશે
  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત
  • આવતીકાલે સવારે 10 વાગ્યે વેબસાઈટ પર રિઝલ્ટ જોઈ શકાશે
  • result.gseb.org પર પરિણામ જોઈ શકાશે
  • આ વર્ષે 1 લાખ 8 હજાર વિદ્યાર્થીઓએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે આવતી કાલે ગુરૂવારે તા. 12 મે ના રોજ ધોરણ 12 સાન્યસના પરિણામ વેબસાઈટ પર સવારે 10 વાગ્યે મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 1 લાખ 8 હજાર વિદ્યાર્થીઓએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી.

ટૂંક સમયમાં જાહેર થશે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ ટૂંક સમયમાં જ ધોરણ 10નું પરિણામ પણ જાહેર થઈ શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 સાયન્સના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે થોડાક જ સમયમાં સામાન્ય પ્રવાહના પણ પેપર ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના બે વર્ષ બાદ બોર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી. 2021માં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે 2022માં માર્ચ એપ્રિલમાં બોર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી. દોઢ બે વર્ષના ઓનલાઈન શિક્ષણ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓએ 28 એપ્રિલે બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીઓને હાથથી પેપર લખવામાં તકલીફ પડી હતી. લખવાની પ્રેક્ટિસ છૂટી જતા વિદ્યાર્થીઓએ પેપરમાં સેક્શન C અને Dમાં ધ્યાન આપી શક્યા ન હતા અને તેના કારણે ઘણા વિદ્યાર્થીઓનું પેપર છૂટી ગ્યું હતું. હાથથી લખવાની પ્રેક્ટિસ ન હોવાને કારણે વિદ્યાર્થી પેપર પૂર્ણ ન કરી શક્યા હતા જેની અસર પરિણામ પર દેખાશે.

Most Popular

To Top