Charchapatra

રામ મંદિર

જય શ્રી રામ, સમગ્ર વિશ્વમાં વસતાં રામભક્તોની આસ્થાનું પ્રતીક બનવા જઈ રહ્યું છે અયોધ્યાનું રામ મંદિર.એક યુગની પ્રતીક્ષાનો સુખદ અંત નજીક આવી રહ્યો છે.ચારે તરફ નાના મોટા,અમીર, ગરીબ, બહેનો,ભાઇઓ દરેક ધર્મ કે સંપ્રદાય,નાત કે જાતનાં તમામ લોકો રામમય ભક્તિમાં લીન થયાં છે.સમગ્ર વિશ્વનું કેન્દ્ર અયોધ્યા ભવ્યાતિભવ્ય શણગારથી સજીને રામના આગમન માટે તૈયાર છે. સમગ્ર દેશમાં આધ્યાત્મિકતાનો એક અલગ જ માહોલ છે. વિકસિત ભારત માટેનું દ્વાર બનવા જઈ રહ્યું છે રામ મંદિર. રામ મંદિર ફકત ધર્મ અને અધ્યાત્મમાં જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં ભારત વર્ષનું ભાગ્ય ચમકાવશે. શિક્ષણ, વ્યાપાર, રોજગાર, પ્રવાસન અને આ બધા સાથે સંકળાયેલા અન્ય હજારો નાના મોટા ઉદ્યોગો અને એની સાથે સંકળાયેલાં લાખો કરોડો લોકોના જીવનમાં સુખનો સૂરજ ઊગવા જઈ રહ્યો છે. ભાજપ માટે મંદિર ક્યારેય રાજનીતિનો મુદ્દો રહ્યો જ નથી.ભાજપ તો હંમેશાથી રામ મંદિર ત્યાં જ બનશે એ જ વાત કરતું આવ્યું છે.આજે દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી દરેક વ્યકિત પોતાની આસ્થા અને શ્રદ્ધાથી રામ મંદિરના આ કાર્યક્રમમાં પ્રભુ શ્રી રામના સ્વાગતમાં પોતાનું યોગદાન આપી પોતે ભાગ્યશાળી અને ગૌરવશાળી મેહસૂસ કરી રહ્યો છે.રામ મંદિર ભારતની એકતા, અખંડતા,કોમી એખલાસ, ભાઈચારા અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક નવો અધ્યાય શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.આપણે સૌ પ્રભુ શ્રી રામના આગમન માટે આપણાથી થઈ શકે તે રીતે આ ઉત્સવનાં વધામણાં કરીએ.
સુરત     – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

મંદિરમાં અને કયારેય ભિખારીને દાન કરશો નહિ
ટ્રસ્ટીઓ અને પૂજારીઓની દુકાન (મંદિર) ભકતોને સહારે ચાલે છે. તેઓના દાનમાંથી જ પ્રસાદ તૈયાર થાય છે. એ જ પ્રસાદની હાટડી મંડાય છે. અસલી દાગીના લોકરમાં મુકાય છે અને એના પરથી સસ્તી લોન લેવાય છે જેના માલપુઆ ખવાય છે. સશકત ભિખારીઓ રીક્ષામાં અને સ્કુટર પર આવે છે સાથે લાવેલી થેલીમાંથી મેલાંઘેલાં કપડાં પહેરી અઠે દ્વારકા. દાન પુણ્યનો મહિમા અહીં વેડફાય છે. તેના વિકલ્પે દિવ્યાંગ સંસ્થા, વૃધ્ધાશ્રમોમાં, ત્યકતાશ્રમો, અનાથાશ્રમો, વિધવાશ્રમો આપેલા દાનનું પુણ્ય અવશ્ય મળશે તેમજ ઇન્કમમાંથી બાદ પણ મળશે.
સુરત     – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top