National

રેલવેએ ટીપુ એક્સપ્રેસનું નામ બદલ્યું, કર્ણાટકમાં રાજકીય હંગામો

રેલ્વેએ (Railway) ટીપુ સુપરફાસ્ટ એક્સપ્રેસનું (Tipu Super fast Express) નામ બદલી દીધું છે. મૈસુરના શાસક ટીપુ સુલતાનનું નામ બદલીને વોડયાર એક્સપ્રેસ કરી દેવામાં આવ્યું છે. ટ્રેનનું નામ બદલવાને લઈને કર્ણાટકમાં રાજકીય હંગામો થયો છે. કોંગ્રેસનો (Congress) આરોપ છે કે ભાજપ (BJP) સમાજમાં નફરત વધારવાની રાજનીતિ કરી રહી છે, જ્યારે ભાજપ કહે છે કે હવે તુષ્ટિકરણની રાજનીતિ કરવાના દિવસો ગયા છે. આ ટ્રેનનું નામ બદલવા માટે મૈસુરના બીજેપી સાંસદ પ્રતાપ સિમ્હાએ રેલવેને પત્ર લખ્યો હતો.

  • રેલ્વેએ ટીપુ સુપરફાસ્ટ એક્સપ્રેસનું નામ બદલ્યું
  • મૈસુરના શાસક ટીપુ સુલતાનનું નામ બદલીને વોડેયર એક્સપ્રેસ કરી દીધું
  • ટ્રેનનું નામ બદલવાને લઈને કર્ણાટકમાં રાજકીય હંગામો
  • સમાજમાં નફરત વધારવાની રાજનીતિ કરવાનો ભાજપ પર કોંગ્રેસનો આરોપ

આ ટ્રેન ટીપુ એક્સપ્રેસના નામે ચાલતી હતી
જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી 12613 મૈસુર-બેંગલુરુ ઇન્ટરસિટી એક્સપ્રેસ ‘ટીપુ સુપરફાસ્ટ એક્સપ્રેસ’ તરીકે દોડતી હતી. પરંતુ હવે તેનું નામ બદલીને વોડયાર એક્સપ્રેસ કરવામાં આવ્યું છે. મૈસુરના બીજેપી સાંસદ પ્રતાપ સિમ્હાએ ટ્રેનના નવા બોર્ડનો ફોટો મુકી રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રતાપ સિમ્હાએ 25 જુલાઈએ પત્ર લખીને આ ટ્રેનનું નામ બદલવાની માંગ કરી હતી. રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેન નંબર 12613-12614 મૈસુર-બેંગલુરુ ટીપુ એક્સપ્રેસનું નામ બદલીને વોડયાર એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે.

ટ્રેનના નવા નામ બાદ હંગામો શરૂ થયો
વોડેયાર સામ્રાજ્યને આધુનિક મૈસૂરનું આર્કિટેક્ટ કહેવાય છે. લગભગ 150 વર્ષ પહેલાં વોડયારે મૈસુર રાજ્યમાં રેલ્વે નેટવર્ક બનાવ્યું હતું. પરંતુ આ ટ્રેનના નામકરણ બાદ રાજકીય હોબાળો શરૂ થયો છે. કોંગ્રેસના નેતાઓ સરકાર પર ધ્રુવીકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. સાથે જ ભાજપનું કહેવું છે કે જ્યારે આ ટ્રેનનું નામ ટીપુ સુલતાન રાખવામાં આવ્યું હતું ત્યારે તુષ્ટિકરણની રાજનીતિ થતી હતી અને હવે સમય બદલાઈ ગયો છે એટલે જ આ ટ્રેનનું નામ પણ બદલાઈ ગયું છે.

ટીપુ સુલતાનના વંશજો પણ બોલ્યા
દરમિયાન ટીપુ સુલતાનના વંશજોમાંથી એક સાહેબઝાદા મન્સૂર અલી રેલવેના આ નિર્ણય નારાજ છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય દ્વારા સરકાર ટીપુ સુલતાનની નિશાની ભૂંસવાનો પ્રયાસ કરી રહી છે. કર્ણાટકમાં વિપક્ષના નેતા અને પૂર્વ સીએમ સિદ્ધરામૈયા પણ ટીપુ સુલ્તાનના વંશજોના સૂરમાં સૂર મેળવતાં જોવા મળ્યા હતા. તેઓ કહે છે કે ભાજપને નફરતની રાજનીતિ સિવાય કંઈ જ ખબર નથી. તેમણે કહ્યું કે ભાજપનું કામ ઝેર ફેલાવાનું છે. તેઓ બીજી કોઈ ટ્રેનનું નામ બદલીને વોડયાર રાખી શકતી હતી. ટીપુનું નામ હટાવીને આવું કરવાની શું જરૂર હતી.

અશ્વત નારાયણે સિદ્ધરામૈયાને જવાબ આપ્યો
સિદ્ધરામૈયાના આ સવાલનો જવાબ આઈટી મંત્રી અશ્વત નારાયણે આપ્યો હતો. તેમણે કહ્યું કે તુષ્ટિકરણની રાજનીતિ કરનારાઓ, સમાજને તોડવાની વાત કરનારાઓ હિંદુ વિરોધી નેતાઓ પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય છે. આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે. તેથી સત્તાધારી ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસના નેતાઓ પોતાની વોટબેંક વધારવાની એક પણ તક છોડવા માંગતા નથી.

Most Popular

To Top