SURAT

પી.પી.સવાણી સ્કૂલમાં શિક્ષકાને પતિએ દારૂ પી મારઝૂડ કરી તમાશો કર્યો

કામરેજ: અબ્રામાની પી.પી.સવાણી (PP Savani School) સ્કૂલમાં શિક્ષક (Teacher) તરીકે નોકરી કરતી ઉત્તરપ્રદેશની પરિણીતાને પતિ દારૂ પી મારઝૂડ કરી ત્રાસ આપી સ્કૂલમાં તમાશો કરતાં પરિણીતાએ મહિલા પોલીસમથકમાં (Police) ફરિયાદ (FIR) નોંધાવી હતી.

  • પરિણીતા ગર્ભવતી હતી ત્યારે પણ વાળ પકડીને દીવાલમાં માથું અથડાતો હતો
  • પતિ બાળકોને બહાર લઈ જઈ કોઈ સ્ત્રી સાથે મુલાકાત કરાવી નવી મમ્મી તરીકે ઓળખાણ કરાવતો હતો
  • પતિના ત્રાસથી મૂળ યુપીની મહિલા પુત્રીને લઈ અલગ રહેતી હતી

મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુરના રેવરડી ગામના વતની અને હાલ કામરેજના અબ્રામા ખાતે આવેલી પી.પી.સવાણી સ્કૂલમાં શિક્ષકા તરીકે ડોલી પ્રફુલ શુક્લા (ઉં.વ.32) પુત્રી સાથે રહે છે. ગત તા.26/6/2009ના રોજ ગોરખપુરમાં પ્રફુલ શુક્લા સાથે લગ્ન થયાં હતાં. પરિણીતા પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. પતિ દારૂ પીતા હોવાથી ત્રણવાર વડીલોને પરિણીતાને લેવા માટે મોકલ્યા હતા. પરંતુ પતિ દારૂ પીતા હોવાથી પરિણીતા ગઈ ન હતી. બાદ સમાજના આગેવાનો મિટિંગ કરી પતિએ દારૂ પીવાની તેમજ મારપીટ કરવાની ના પાડતાં પરિણીતા સાસરીમાં ગઈ હતી. સાસરીમાં સાસુ, સસરા, નણંદ, દિયર સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના છ મહિના સારી રીતે રાખી ગાળો આપી મારઝૂડ કરતો હતો.

મળતી માહિતી મુજબ લગ્નજીવન દરમિયાન બે સંતાનમાં પુત્ર આદિત્ય અને પુત્રી અર્પણા છે. લગ્નજીવન દરમિયાન પણ પરિણીતાએ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. પરિણીતા ગર્ભવતી હતી ત્યારે પણ વાળ પકડીને દીવાલમાં માથું અથડાતો હતો. બાળકોને બહાર લઈ જઈ કોઈ સ્ત્રી સાથે મુલાકાત કરાવી નવી મમ્મી તરીકે ઓળખાણ કરાવી હતી. પરિણીતાને કોરા સ્ટેમ્પ પેપર પર સહી કરાવી પિતાની તમામ જમીન કાકાના નામ પર કરાવી દીધી હતી. પતિના ત્રાસથી પરિણીતા પુત્રીને લઈને 27 દિવસ દિલ્હી રેલવે સ્ટેશન પર એકલી રહ્યા બાદ કામરેજના અબ્રામા ગામે પી.પી.સવાણી સ્કૂલમાં શિક્ષકા તરીકે નોકરી મળતાં પુત્રી સાથે હોસ્ટેલમાં રહેતી હતી. જેની પતિને ખબર પડતાં પતિ સ્કૂલ પર આવીને ગાળો બોલી તમાશો કરતાં પોલીસને જાણ કરતાં લઈ ગઈ હતી. બાદ પતિ સામે મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top