કોરોના વેક્સીન ( CORONA VACCINE ) ને લઈને હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. પાટીલ ( C R PATIL ) અને રૂપાણીના ( VIJAY RUPANI ) અલગ અલગ નિવેદનોને લઈને વિરોધ પક્ષના નેતાઓને ભાજપ સામે મેદાને પડવા કારણ મળ્યું છે ત્યારે ખરેખર મુદ્દો એ છે કે જે સરકાર સિવાય કોઈ આ જથ્થાને મોટા પ્રમાણમાં પોતાની પાસે રાખી શકતું નથી અને જો રાખે તો તેના પર કાયદાકીય પગલાં લેવાય તો હવે વિરોધ પક્ષ આ સવાલ પૂછી રહ્યું છે કે પાટીલ સામે આટલા મોટા પ્રમાણમાં રસીનો જથ્થો રાખવા માટે પગલાં લેવાશે કે કેમ?
કાયદો કહે છે કે, સરકારી નિયંત્રણમાં હોવાના કારણે રેમડેસિવિર ( REMDESIVIR ) ઈન્જેક્શન ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વિના નામ મળી શકે. એટલું જ નહીં, લાઇસન્સ વિના કોઈ પણ આટલો સ્ટોક પણ ના રાખી શકે. સરકારે નિયમ બનાવ્યા છે કે, કોઈ પણ વ્યક્તિને ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બતાવ્યા વિના 6થી વધુ ઈન્જેક્શન ના મળી શકે. એટલે સવાલ એ છે કે, સી.આર. પાટીલ પાસે 5000 રેમડેસિવિર ઈન્જેક્શન કેવી રીતે પહોંચ્યા? તે પણ સરકારને જાણ વિના. સવાલ એ પણ છે કે, શું ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ પાટીલ સામે ગુનો નોંધશે કે પછી તપાસનો દેખાડો કરશે? જોકે, સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, સી.આર. પાટીલને આ 5000 રેમડેસિવિર ઈન્જેક્શન સરકારી મદદ વિના મળ્યા ના હોત!
અમદાવાદમાં સવારે સીએમ વિજય રૂપાણીને પુછવામાં આવ્યુ કે સુરતમાં ભાજપ દ્વારા 5000 રેમડેસિવિર ઈન્જેકશનનુ વિતરણ કરવામા આવી રહ્યું છે તે કેવી રીતે આવ્યા ? તેવા પ્રશ્નના જવાબમાં રૂપાણીએ કહ્યું હતું કે આ બાબતે સીઆરને પુછો. તેમણે કહ્યું હતું કે પાટીલે રેમડેસિવિર ઈન્જેકશનની વ્યવસ્થા કયાંથી કરી તે તેમને પુછો. સરકારે એક પણ ઈન્જેકશન આપ્યુ નથી. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં 5000 રેમેડેસિવિર ઇન્જેક્શન વિનામૂલ્યે વહેંચવાની જાહેરાત કરતા વિવાદ સર્જાયો હતો. પાટીલે આ ઇન્જેક્શન કેવી રીતે મેળવ્યા એવા સવાલો થયા હતા. આ અંગે શનિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછાયું કે પાટીલ પાસે આ ઇંજેક્શન કેવી રીતે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મને ખબર નથી પાટીલને પૂછો.’
આ તરફ પાટીલે દાવો કર્યો હતો કે કેટલાંક સેવાભાવી મિત્રોની મદદથી ઇન્જેક્શનનો જથ્થો મેળવ્યો હતો.ત્યારે સવાલ એવો પણ થઇ રહ્યો છે કે એવા ક્યાં મિત્ર છે જે સરકાર ને અહીં પણ સીધા પાટીલને રસી આપે છે. આ બાબતે તપાસ થવી જ જોઈએ. શું આપણા મુખ્યમન્ત્રી એટલું પણ નથી પૂછી સકતા સીધા પાટીલને કે આ રસી કેવી રીતે આવી ? કે પછી પાટીલ સરકાર થી વધીને સવાઈ સરકાર છે ?