પલસાણા: (Palsana) સુરત ગ્રામ્ય એલસીબીની (LCB)ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં (Tempo) દારૂ ભરી (Alcohol) કામરેજ (Kamraje) વાવ તરફ જનાર છે. જેના આધારે એલસીબી પોલીસે (Police) તેને પલસાણા ચાર રસ્તા નજીકથી ઝડપી પાડી ૬૯ હજા૨ના દારૂ સહિત વિવિધ એસીડ તેમજ ટેમ્પો મળી ૨૧ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પલસાણા પોલીસમથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી.
એસિડની આડમાં લવાતો દારૂનો જથ્થો
પોલીસને બાતમી મળી હતી તે મુતાબી તેઓએ પલસાણા ચાર રસ્તા નજીક પહેરો ગોઠવ્યો હતો અને તે જ સમયે બાતમી વાળો ટેમ્પો (જીજે ૧૫ એટી ૯૮૯૪)માંથી વિવિધ પ્રકારના એસિડની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઇ જઇ કામરેજ વાવ તરફ જનાર છે. જેના આધારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે વોચ ગોઠવી પલસાણા ચાર રસ્તા નજીકથી ટેમ્પોને ઝડપી પાડી ટેમ્પોમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૯૧ કિંમત ૬૯૦૫૦નો પોલીસે જથ્થો કબજે કરી ટેમ્પોમાં રહેલા વિવિધ પ્રકારના એસિડ તેમજ ટેમ્પોની કિંમત મળી કુલ ૨૧,૩૨,૫૧૩ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ટેમ્પોચાલક ચંપક ધનસુખ ઓડ (ઉં.વ.૪૨) (૨હે.,ગડત, કુંભારવાડ, તા.ગણદેવી)ને પોલીસે ઝડપી પાડી દારૂ મંગાવનાર ઉષા જયેશ પટેલ (રહે.,આર.કે.કોલોની, વાવ) તેમજ રમીલા ઉર્ફે પૂજા (રહે.,વાવ, કામરેજ)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
દારૂ, ડ્રગ્સ અને જુગારથી દુર રહે: આર.સી. પટેલ
સુરત: ચીખલી ખાતે કલા અને સંસ્કૃતિનાં વારસાને જાળવી રાખી જીવંત બનાવવા કલા સંસ્થા રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા વિવિધ સાંસ્કૃતિક હરિફાઈઓનું આયોજન કામદાર નેતા આર. સી. પટેલનાં અધ્યક્ષ સ્થાને અને અમીતાબેન પટેલનાં અતિથિ વિશેષપદે કરવામાં આવ્યું હતું. અમીતાબેન પટેલે પ્રસંગિક પ્રવચન કર્યુ હતું. આર.સી. પટેલે જણાવ્યું હતું કે, પરિવાર-સમાજની સુખાકારી માટે યુવાનો દારૂ, ડ્રગ્સ અને જુગારથી દુર રહે. વિવિધ હરિફાઈમાં ગરબામાં ચીખલીની પટેલ નિધિ અને તાન્યા વિજેતા બની હતી. ડાન્સ હરિફાઈમાં વિજેતા થનારી વિજયી ટીમ અને ઉમેદવારોને આયોજકો અને અમિતાબેન પટેલ દ્વારા ઈનામો અપાયા હતા. સમારંભમાં ચીખલીનાં અગ્રણી વેપારીઓએ હાજર રહી કલા સંસ્કૃતિને બિરદાવી હતી. આ પ્રસંગે ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાવિંત, નવસારીનાં શ્રીજી એકેડેમીનાં મુકેશભાઈ, ચીખલી મહીલા મંડળના પ્રમુખ જયોતિબેન, મહીલા મંડળનાં ગીતાબેન દેસાઈ વિગેર મહેમાનો હાજર રહ્યા હતા.