Dakshin Gujarat

‘તું દારૂનો ધંધો કરે છે, રૂપિયા નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દઈશું’ પલસાણાની ઘટના

પલસાણા: (Palsana) કારેલી ગામે (Karoli Village) એક મહિલા તેના બે છોકરાઓ તેમની વહુઓ તેમજ પતિ સાથે રહેતી મહિલાના ઘરે બે ઇસમોએ આવી તું દારૂનો ધંધો કરે છે. અમને રૂપિયા આપવા પડશે તેમ કહી ઘરમાં ઘૂસીને મહિલાનો હાથ પકડી ગાળો આપતાં મહિલાએ પોલીસને (Police) ફોન કર્યો હતો. જેને લઇ પોલીસે બંનેને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના કારેલી ગામે આવેલા ટીમ્બલિયા ફળિયામાં રહેતી લક્ષ્મીબેન ધકુલભાઇ પટેલ તેમના પતિ બે દીકરાઓ તેમજ તેમની વહુઓની સાથે રહે છે. અને ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

તું દારૂનો ધંધો કરે છે, એટલે અમને રૂપિયા આપવા પડશે
ગત રોજ લક્ષ્મીને તેમના મોટા દીકરાની વહુ સાથે તેમના ઘરે જ હતાં. એ વેળા બે ઇસમોએ આવી મહિલાને જણાવ્યું હતું કે, તું દારૂનો ધંધો કરે છે. એટલે અમને રૂપિયા આપવા પડશે. નહીં તો ખોટા કેસમાં ફસાવી દઇશું તેમ કહી મહિલાનો હાથ પકડી ગાળો આપવા લાગ્યા હતા. ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, મેં બે વર્ષ અગાઉ દારૂનો ધંધો બંધ કરી દીધો છે. તેમ છતાં બંને ઇસમોએ ગાળો આપતાં મહિલાની વહુએ પણ તેમને દૂરથી વાત કરવા માટે જણાવ્યું હતું. પરંતુ તેઓ કોઇ પણ પ્રકારે સમજવા જ તૈયાર નહોતા, ત્યારે મહિલાએ પલસાણા પોલીસને જાણ કરતાં પલસાણા પોલીસે સ્થળ પર આવી બંને ઇસમને ઝડપી પાડી તેમનું નામ પૂછતાં અમન બાબુ પટેલ (રહે., ઉમાવિહાર સોસાયટી, દસ્તાન, તા.પલસાણા, મૂળ રહે.,ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાંડેસરા) તેમજ સંતોષ સુભાષભાઇ પાટીલ (રહે., સુખસાગર રેસિડેન્સી, પીયૂષ પોઇન્ટ, પાંડેસરા)ને પોલીસે ઝડપી પાડી લક્ષ્મીબેન પટેલની ફરિયાદના આધારે આગળની તજવીજ હાથ ધરી છે.

કેમિકલની આડમાં લઈ જવાતો 16 હજારની વિદેશી દારૂ ઝડપાયો
પલસાણા: પલસાણા પોલીસમથકના પી.એસ.આઈ. ચેતન ગઢવીને અંગત રાહે બાતમી મળી હતી કે, મુંબઈથી ભાવનગર એક ટેમ્પો દારૂ ભરી જનાર છે. જેથી પલસાણા પોલીસનો સ્ટાફ નેશનલ હાઈવે નં.48 ઉપર મીંઢોળા ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી બેઠો હતો. દરમિયાન બાતમી મુજબનો અંબર રોડલાઈન્સ ટ્રાન્સપોર્ટનો આઈસર ટેમ્પો નં.(GJ 03 BE 9447) આવી પહોંચતાં તેને અટકાવી ટેમ્પોની પાછળના ભાગે તપાસ કરતાં કેમિકલ ભરેલા પ્લાસ્ટિકના બેલરો વચ્ચે છુપાવેલા 168 નંગ વિવિધ બ્રાન્ડના બિયરોના ટીન જેની કિંમત રૂપિયા 16,800 મળી આવતાં ડ્રાઈવર મોહમ્મદ દિલશાન ખાન (ઉં.વ.30)ની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતાં આ બિયર લીમડાના કૃષ્નાભાઈએ મંગાવતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે મોબાઈલ ફોન તેમજ કેમિકલ અને આઇસર ટેમ્પો મળી કુલ રૂપિયા 20,84,812નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top