Dakshin Gujarat

ગોવાથી સિમેન્ટના ટેન્કરમાં સંતાડી લવાતો આટલા લાખનો દારૂ ઝડપાયો

પલસાણા: (Palsana) પલસાણાના કડોદરા જીઆઇડીસી (GIDC) પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, ગોવાથી એક સિમેન્ટ ટેન્કરમાં વિદેશી દારૂ ભરી કડોદરા તરફ આવી રહ્યું છે. જે બાતમીના આધારે કડોદરા પોલીસે ચલથાણ નેશનલ હાઇવે (National Highway) પર વોચ ગોઠવી ટેન્કરમાંથી ૨૭.૯૦ લાખના વિદેશી દારૂ સહિત બે ઇસમને ઝડપી પાડ્યા હતા. તેમજ અન્ય એક ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

  • ચલથાણ નજીક ગોવાથી સિમેન્ટના ટેન્કરમાં સંતાડી લવાતો રૂ.૨૭.૯૦ લાખનો દારૂ ઝડપાયો
  • દારૂ, રોકડા, ટેન્કર, બે ફોન મળી 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા જીઆઇડીસી પોલીસમથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઇ દીપકભાઇ તથા હે.કો હેમંતભાઇને બાતમી મળી હતી કે, એક આઇસર કંપનીની ટ્રાન્ઝિસ્ટ મિક્સર સિમેન્ટ ટેન્કર ગાડી નં.(જીજે ૧૮ એએક્સ ૫૧૭૯)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સિમેન્ટ ટેન્કરની આડમાં ભરી ગોવાથી મુંબઇ, નાસીક, નવાપુર, વ્યારાના માર્ગે થઇ પલસાણાથી કડોદરા તરફ નેશનલ હાઇવે નં.૪૮થી આવના૨ છે.

જે બાતમીના આધારે કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમ પલસાણાના ચલથાણ ગામે નેશનલ હાઇવે પર વોચમાં રહી ગોવાથી આવી રહેલા સિમેન્ટ કન્ટેનરને પલસાણાથી કડોદરા તરફ આવતા ચલથાણ પ્રિન્સ હોટલની સામે ઊભું રખાવી તેમાંથી પોલીસે વિદેશી દારૂ કિં.રૂ.૨૭,૯૦,૦૦૦, રોકડ રૂ.૪૩૦૦, ટેન્કરની કિંમત ૧૨ લાખ તથા બે નંગ ફોન કિંમત ૧૦ હજાર મળી કુલ ૪૦,૦૪,૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પપ્પુ મહાવીર વર્મા (ઉં.વ.૪૮) (ધંધો-ડ્રાઇવિંગ) (હાલ રહે., જે.કે.લક્ષ્મી સિમેન્ટના ગોડાઉનમાં, ફાટક પાસે, દસ્તાન, તા.પલસાણા, મૂળ રહે., ઉત્તરપ્રદેશ) તથા અબ્દુલ રહે.,રહમત ઉલ્લાખાન (ઉં.વ.૪૫) (૨હે., કોલાડ, તા.રોહા, જિ.રાયગઢ, મહારાષ્ટ્ર, મૂળ રહે., ઉત્તરપ્રદેશ)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ ગોવાથી માલ મંગાવનાર તથા કડોદરા ખાતે માલ મંગાવનાર નાગેન્દ્ર (રહે., કડોદરા)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

ખેરગામમાં 15.80 લાખના દારૂ અને મુદ્દામાલ સાથે આઠ પકડાયા
સુરત : નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા પ્રોહી. પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા માટે પ્રોહીબીશન સ્કોડ તથા ખેરગામ પીએસઆઇ જે.વી.ચાવડાને જરૂરી સુચના આપતા નવસારી પ્રોહી.સ્ટાફ સંયુક્ત રીતે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન DySP એસ.કે.રાયને મળેલી હકીકતના આધારે મોગરાવાડી પીપરી ફળીયા સ્મશાનની બાજુમાં તા.ચીખલી ખાતે પ્રોહી. રેડ કરતા આઠને તેમની 4 કાર, તથા 2 ટુ વ્હીલ વાહનો, તેમાંથી મળેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ -3360 જેની કિં.રૂ. 2.55 લાખ, 8 મોબાઇલ તથા રોકડ રકમ રૂ. 6100 મળી કુલે રૂ.15,18,720નો મુદામાલ પકડી પાડી તમામ આરોપીઓ વિરુધ્ધ ખેરગામ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની તપાસ ખેરગામ પીએસઆઇ જે.વી. ચાવડાએ હાથ ધરી હતી. પકડાયેલા આરોપીઓમાં કેતન ઇશ્વર પટેલ (રહે.વાપી), જીતેન્દ્ર જાદવ (રહે.વાપી), હિરલ પટેલ (રહે. સેલવાસ), રોહિત પટેલ (રહે. આમધરા), ભુમિન પટેલ (રહે.આમધરા), અંકિત પટેલ (રહે. આમધરા), વિજય પટેલ ડ્રાઇવર (રહે.મોગરાવાડી) અને મિલન દિપક પટેલનો સમાવેશ થાય છે.

Most Popular

To Top